Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીમાં દસ ફોર્મ અમાન્ય થયા

દ્વારકા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીમાં દસ ફોર્મ અમાન્ય થયા

આજે સાંજ સુધી ચૂંટણી ચિત્ર સંપૂર્ણ રીતે સ્પષ્ટ થશે

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 19 ડિસેમ્બરના રોજ યોજાનારી જુદા જુદા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગઈકાલે સોમવારે ફોર્મ ચકાસણીમાં કુલ દસ ફોર્મ રદ થયા છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 156 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે ગઈકાલે ફોર્મ ચકાસણીના દિવસે ખંભાળિયા તાલુકાના સભ્યપદના ઉમેદવારના ચાર ફોર્મ, ભાણવડમાં સરપંચ પદનું એક અને સભ્યપદના બે ફોર્મ, કલ્યાણપુરમાં સભ્યપદનું એક તથા દ્વારકા તાલુકામાં સભ્યપદના 2 મળી કુલ 10 ફોર્મ અમાન્ય થયા છે.

આમ, જિલ્લાની જુદી જુદી સામાન્ય ચૂંટણી માટે સરપંચ પદના કુલ 628 અને સભ્યપદ માટે કુલ 2,619 ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે 18 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે એક પણ ઉમેદવારીપત્ર રદ થયું નથી.

- Advertisement -

ગ્રામ પંચાયતની યોજાનાર સામાન્ય ચૂંટણીમાં ખંભાળિયા તાલુકામાં 74 ગ્રામ પંચાયત માટે સરપંચ પદનાં 300 અને સભ્યપદના 1234 ફોર્મ, ભાણવડ તાલુકાની 29 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે 93 અને સભ્યપદ માટે 438 ફોર્મ, કલ્યાણપુર તાલુકાનાં 34 ગામોમાં સરપંચ પદ માટે 159 સભ્યપદ માટે 667 જ્યારે દ્વારકા તાલુકાના 19 ગામના સરપંચ પદ માટે 76 અને સભ્યપદ માટે 280 ઉમેદવારીપત્રો આવ્યા છે.

સમગ્ર જિલ્લાના 156 ગામો માટેની સામાન્ય ચૂંટણીમાં સરપંચપદ માટે કુલ છસો અઠ્ઠાવીસ અને સભ્ય માટે 2,619 ઉમેદવારો દાવેદારો બન્યા છે. જ્યારે પેટાચૂંટણી માટે 18 ગ્રામ પંચાયતો પૈકી માત્ર પાંચ જ ફોર્મ આવ્યા છે.

- Advertisement -

ગઈકાલે ફોર્મ ચકાસણી બાદ આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સમજાવટોના ધમધમાટ પછી સાંજ સુધીમાં 174 ચુંટણીઓ માટેના ઉમેદવારો અંગેનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular