Friday, October 18, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ

દ્વારકામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ

ભોગ બનનારને રૂા.4 લાખ વળતર ચૂકવવા આદેશ

- Advertisement -

દ્વારકા જિલ્લામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં અદાલત દ્વારા આરોપીને 10 વર્ષની સખ્ત કેદ તથા રૂા.15000 નો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ ભોગ બનનારને રૂા. 4 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કરાયો છે.

- Advertisement -

કલ્યાણપુર તાલુકામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને રાવલ ગામે રહેતો વિજય રમેશભાઈ મકવાણા નામનો શખ્સ ગત તા. 7-10-2017 ના રોજ વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં આરોપી દ્વારા સગીરાને જુદા જુદા સ્થળે લઈ જઈ, અને તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવામાં આવતા પોલીસે દુષ્કર્મ તથા પોક્સો સહિતની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેને સંદર્ભે તપાસનીસ અધિકારી દ્વારા જરૂરી કાર્યવાહી કરી અને દ્વારકા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.

આ કેસમાં દ્વારકાના એડિશનલ સેશન્સ જજ કે.જે. મોદી દ્વારા ભોગ બનનાર તથા ફરિયાદી અને મેડિકલ ઓફિસરની જુબાની સાથે સરકાર પક્ષે મદદનીશ જિલ્લા સરકારી વકીલ અમિતભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલી દલીલો તથા પુરાવાઓને ધ્યાને લઈને આરોપી વિજય રમેશ મકવાણાને તકસીરવાન ઠેરવ્યો હતો. આ પ્રકરણમાં અદાલતે આરોપીને 10 વર્ષની સખ્ત કેદ તથા રૂપિયા 15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આટલું જ નહીં, ભોગ બનનારના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular