Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર ગ્રામ્યમાં પોઝિટીવ દર્દીઓ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ

જામનગર ગ્રામ્યમાં પોઝિટીવ દર્દીઓ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ

છેલ્લાં 24 કલાકમાં જામનગર ગ્રામ્યમાં 121 પોઝિટીવ કેસ સામે 124 દર્દીઓએ કોરોનાને હારાવ્યો: શહેરમાં 188 પોઝિટીવ સામે 88 દર્દીઓએ કોરોનાને માત આપી

- Advertisement -

જામનગર શહેર અને જિલલામાં કોરોના મહામારીનો તાંડવ હજી ચાલી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 188 અને ગ્રામ્યના 121 કેસ મળી 309 કેસ નોંધાયા છે. તો 212 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

- Advertisement -

છેલ્લાં ઘણાં દિવસોથી જામનગર જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 300 આસપાસ જ રહે છે. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બેડ પણ ફુલ થઇ ચૂક્યા છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં 188 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 88 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 121 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 124 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 280806 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 223037 સેમ્પલનું પરીક્ષણ થયું છે. એક જ દિવસમાં 309 દર્દીઓ નોંધાયા હોય વહીવટી તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવામાં ઉંઘેમાથે થયું છે. જામનગરમાં કોરોના વિકરાળ બનતો જઇ રહ્યો છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે. જામનગર ગ્રામ્યમાં આજે પોઝિટીવ આવેલ દર્દીઓ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ નોંધાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular