Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર ગ્રામ્યમાં પોઝિટિવ દર્દીઓ કરતા સાજા થનાર દર્દીની સંખ્યા વધુ

જામનગર ગ્રામ્યમાં પોઝિટિવ દર્દીઓ કરતા સાજા થનાર દર્દીની સંખ્યા વધુ

24 કલાકમાં ગ્રામ્યમાં 115 પોઝિટિવ કેસ સામે 117 દર્દીઓએ કોરોનાને માત આપી: શહેરમાં 187 પોઝિટિવ સામે 77 દર્દી સાજા થયા : 24 કલાક દરમિયાન 40 થી વધુ દર્દીના મૃત્યુ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ થતું અટકાવવામાં વહીવટી તંત્રની કામગીરી અસરકારક સાબીત નથી થતી. કેમ કે, છેલ્લાં ઘણાં દિવસોથી કોવિડ પોઝિટિવ દર્દીઓનો આંકડો 300 આસપાસ જ રહે છે અને મૃત્યુનું પ્રમાણ પણ વધુતં જાય છે અને જામનગરની કોવિડ હોસ્પિટલમાં વધારેલા બેડ પણ ફુલ થઈ જતા પરિસ્થિતિ વણસી ગઈ છે. જિલ્લામાં 24 કલાક દરમિયાન 302 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સારી બાબત એ છે કે, ગ્રામ્ય વિસ્તારમાં પોઝિટિવ કેસની સરખામણીએ સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ છે.

- Advertisement -

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી લહેર પ્રથમ લહેર કરતા અનેકગણી ઝડપી અને ઘાતક બનતી જાય છે. ગત વર્ષે વકરેલા કોરોના સંક્રમણ કરતા આ વર્ષે કોરોના સંક્રમણમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં અનેકગણો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન રેકોર્ડ બે્રક 6690 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કુલ 67 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશનમાં 22, રાજકોટ કોર્પોરેશનમાં 05, વડોદરા કોર્પોરેશનમાં 04, સુરતમાં 03, બનાસકાંઠા અને રાજકોટમાં 02, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, ગાંધીનગર, જૂનાગઢ, સાબરકાંઠામાં 1-1 દર્દીઓના મોત નિપજ્યા છે.

ઉપરાંત રાજ્યમાં કુલ 84,04,128 વ્યકિતઓને કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 11,61,722 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 95,65,850 રસીકરણના ડોઝ અપાયા છે. 24 કલાક દરમિયાન 60 વર્ષથી વધુના તેમજ 45 થી 60 વર્ષ સુધીના કુલ 1,57,510 વ્યકિતઓને પ્રથમ ડોઝ અને 47,035 વ્યકિતઓને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર શહેર અને છેલ્લાં 24 કલાક દરમિયાન 40 થી વધુ દર્દીઓના કોવિડથી મોત નિપજ્યા છે. જ્યારે શહેરમાં 187 પોઝિટિવ કેસ અને 77 દર્દીઓએ કોરોનાને માત આપી છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 115 વ્યકિતોઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 117 દર્દીઓએ કોરોનાને માત આપી છે. શહેરમાં ગઈકાલ સાંજ સુધીમાં કુલ 275657 લોકોના પરીક્ષણ કરાયા છે અને 22 લોકોના મોત થયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 219450 લોકોના પરીક્ષણ કરવામાં આવ્યા છે અને 16 દર્દીઓના મોત નિપજ્યાનું સરકારી દફતરે નોંધાયેલું છે. આમ, જિલ્લામાં કુલ 302 દર્દીઓના કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 194 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular