ઓખા મંડળના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતી અને આદમભાઈ ગુંઢાણીની 22 વર્ષીય પરિણીત પુત્રી હમીદાબેન બસીરભાઈ બોલીમને તેણીના લગ્નજીવન દરમ્યાન આરંભડા ખાતે રહેતા તેના પતિ બસીર અબ્બાસ બોલીમ, સસરા અબ્બાસ બબાભાઈ બોલીમ, સાસુ હીનાબેન અબ્બાસભાઈ બોલીમ, નણંદ મુનેરાબેન અબ્બાસભાઈ તથા રસીદ કારાભાઈ બોલીમ નામના પાંચ સાસરીયાઓએ બિભત્સ ગાળો કાઢી, બેફામ મારી અસહ્ય દુ:ખ-ત્રાસ આપતા આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504 તથા 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.