Sunday, December 22, 2024
Homeરાજ્યખોજાબેરાજામાં મેર પરિવાર ઉપર હુમલો કરી લૂંટના બનાવનો ભેદ ઉકેલાયો

ખોજાબેરાજામાં મેર પરિવાર ઉપર હુમલો કરી લૂંટના બનાવનો ભેદ ઉકેલાયો

એલસીબીની ટીમે જુદાં-જુદાં સ્થળોએથી ચાર લૂંટારુઓને દબોચ્યા: મેર પરિવારની વાડી ભાગમાં રાખનાર સહિત ચાર આદિવાસીની ધરપકડ: હજુ બે લૂંટારુઓની શોધખોળ

- Advertisement -

જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામની સીમમાં નિંદ્રાધિન મેર પરિવારના ઘરે ત્રાટકેલા લૂંટારુઓએ પરિવારજનો ઉપર હુમલો કરી રૂા.8.62 લાખની માલમતાની લૂંટ ચલાવ્યાના બનાવમાં એલસીબીએ ચાર લૂંટારુઓને અમદાવાદ હાઈ-વે પર ડોળિયા બાઉન્ડ્રી પાસેથી દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા રામભાઈ વિક્રમભાઈ ઓડેદરા અને તેનો પરિવાર ગત 21ના રાત્રિના સમયે નિંદ્રાધિન હતો તે દરમિયાન સશસ્ત્ર હથિયારો સાથે ત્રાટકેલા લૂંટારુઓએ રામભાઈ અને તેના પરિવાર ઉપર હુમલો કરી એક કાર તથા સોનાના દાગીના તથા રોકડ રકમ સહિત રૂા.8.62 લાખની લૂંટની ઘટનામાં જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એએસઆઈ કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ કે.જી. ચૌધરી, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, આર.બી. ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, માંડણભાઈ વસરા, અશ્ર્વિનભાઈ ગંધા, હરપાલસિંહ સોઢા, ફિરોજભાઈ દલ, હિરેનભાઈ વરણવા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદ પરમાર, યશપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, હરદિપ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, ધાનાભાઈ મોરી, રઘુવીરસિંહ પરમાર, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે જુદી જુદી ટીમો બનાવી હતી. દરમિયાન સંજયસિંહ વાળા અને નિર્મળસિંહ એસ. જાડેજાને મળેલી બાતમીના આધારે આ લૂંટમાં મેર પરિવારની વાડી ભાગમાં રાખતો જ્ઞાનસિંગ બનસિંહ દેવકાની સંડોવણી ખુલ્લી હતી તેમજ દિનેશ રમણ મીનાવા, ભવાન રાયસીંગ વસુનિયા, બાજડો આદિવાસી, બીલુ આદિવાસી, કરો આદિવાસી મધ્યપ્રદેશના આ પાંચ લૂંટારુઓની સંડોવણી ખુલ્લી હતી.
દરમિયાન આ લૂંટારુ ગેંગ અંગેની બાતમી દિલીપ તલાવડિયા અને હરદીપ ધાંધલને મળતા એલસીબીની ટીમે કેરમસિંહ ઉર્ફે બાજડો કેલસીંગ અલાવા અને ભીલુભાઈ ઉર્ફે બીલુ પ્યાલસીંગ આદિવાસીને ગાંધીનગરના સાતેજ વડસર રોડ પરથી દબોચી લીધા હતાં તેમજ માંડણ વસરા અને ધાના મોરીને મળેલી બાતમીના આધારે દિનેશ રમણ મીનાવાને અમદાવાદ ધોરીમાર્ગ પર ડોળિયા બાઉન્ડ્રી પાસેથી દબોચ્યો હતો. આમ એલસીબીની ટીમે લૂંટના ગુનામાં મેર પરિવારની વાડી ભાગમાં રાખનાર જ્ઞાનસિંગ બનસિંહ દેવકા, દિનેશ રમણ મીનાવા, કેરમસિંહ ઉર્ફે બાજડો કેલસીંગ અલાવા અને ભીલુભાઈ ઉર્ફે બીલુ પ્યાલસીંગ આદિવાસી નામના કુલ ચાર શખ્સોને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી અન્ય સાગરિતોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular