Monday, December 23, 2024
Homeરાજ્યધ્રોલ તાલુકાના ખંભાલીડામાં માતાએ ત્રણ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું - VIDEO

ધ્રોલ તાલુકાના ખંભાલીડામાં માતાએ ત્રણ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું – VIDEO

કમનસીબે માતા બચી ગઈ..: ત્રણે સંતાનોના મોતથી અરેરાટી : ફાયરવિભાગ અને સ્થાનિક લોકોએ મૃતદેહ બહાર કાઢ્યા : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

ધ્રોલ તાલુકાના ખંભાલીડા ગામની સીમમાં આવેલા ખેતરના કૂવામાંથી ફાયરવિભાગ અને સ્થાનિક લોકોએ મજૂરીકામ કરતા પરિવારના ત્રણ બાળકોના મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી આપ્યા હતાં.

- Advertisement -
  બનાવ અંગેની વિગત મુજબ ધ્રોલ તાલુકાના ખંભાલીડા ગામની સીમમાં આવેલા રામસંગ જાડેજાના ખેતરમાં મજૂરી કામ કરતા નરેશ ભુરિયા નામના આદિવાસી શ્રમિક યુવાનની પત્નીએ ત્રણ માસૂમ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. આ અંગેની જાણ કરાતા ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે તે પૂર્વે સ્થાનિક લોકોએ  માધુરી નરેશ ભુરિયા (ઉ.વર્ષ 2.5) , તનેશ નરેશ ભુરિયા (ઉ. વર્ષ.1)નામના બે બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતાં.

જયારે ફાયર વિભાગની ટીમએ ડિસુબેન નરેશ ભુરિયા (ઉ.વર્ષ.4) નામની બાળકીનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. તે પૂર્વે આજે સવારે 9 વાગ્યાના અરસામાં મહેસુડીબેન નરેશ ભુરિયા નામની મહિલાએ કુંવામાં પાઇપ પકડી રાખ્યો હતો જેથી જીવિત રહેતા સ્થાનિક લોકોએ મહિલાને સૌપ્રથમ જીવિત બહાર કાઢી લીધી હતી.

પરંતુ કમનસીબે ત્રણ માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.બનાવની જાણ થતાં પંચ એ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ત્રણ બાળકોના મૃતદેહનો કબ્જો સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular