Thursday, January 16, 2025
Homeરાષ્ટ્રીયકાશ્મીરમાં આતંકી બુરહાન વાનીના પિતાએ લહેરાવ્યો તિરંગો

કાશ્મીરમાં આતંકી બુરહાન વાનીના પિતાએ લહેરાવ્યો તિરંગો

- Advertisement -

75માં સ્વતંત્રતા દિવસ સમારંભના અવસર પર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં બુરહાન વાનીના પિતાએ તિરંગો લહેરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે બુરહાન વાનીના પિતા મુઝફ્ફર અહમદ વાની હાયર સેકન્ડરી સ્કૂલના હેડમાસ્તર છે અને સ્વતંત્રતા દિવસના અવસર પર તેમણે સ્કૂલમાં તિરંગો લહેરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે બુરહાન વાની હિઝબુલ મુઝાહિદ્દીનનો કમાન્ડર હતો અને સુરક્ષાદળોએ તેને 2016માં ઠાર કર્યો હતો.

- Advertisement -

બુરહાન ત્રાલનો રહેવાસી હતો અને ઘાટીમાં આતંકના સમર્થકો માટે પોસ્ટર બોય હતો. 2010માં ફક્ત 15 વર્ષની ઉંમરે બુરહાન હિઝબુલ મુઝાહિદ્દીન સાથે જોડાયો હતો. બુરહાન વાની ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે તેણે સેનાની વર્દીમાં હથિયાર સાથે પોતાની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી.

સુરક્ષાદળોના હાથે માર્યા ગયા પહેલા બુરહાનનો વિડીયો, હથિયારોથી સજ્જ તસવીર સોશિયલ મિડિયા પર સુરક્ષાદળોની મજાક ઉડાવવા માટે ઘણી જ શેર કરવામાં આવી રહી હતી, જેથી યુવાન કાશ્મીરીઓને આતંકવાદ તરફ આકર્ષિત કરી શકાય. બુરહાનના મોત બાદ તેના પિતા સુરક્ષાદળો વિરુદ્ધ પ્રદર્શનની આગેવાની કરી રહ્યા. પરંતુ હવે 5 વર્ષ બાદ તિરંગો લહેરાવીને બુરહાનને પિતાએ કાશ્મીરીઓને એક અલગ સંદેશ આપ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular