Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમાત્ર ત્રણ જ દિવસમાં ખાદ્યચીજો પાંચ ટકા મોંઘી

માત્ર ત્રણ જ દિવસમાં ખાદ્યચીજો પાંચ ટકા મોંઘી

- Advertisement -

ઓકટોબરમાં ફુગાવાનો દર ભલે સાત ટકાથી નીચે ઉતરી ગયો હોય પરંતુ મોંઘવારીએ ફરી ડંશ મારવાનું શરૂ કર્યુ હોય તેમ છેલ્લા ત્રણ જ દિવસમાં ખાદ્યચીજોના ભાવોમાં સરેરાશ પાંચ ટકાનો વધારો થયો છે.

- Advertisement -

કેન્દ્રના ગ્રાહક પુરવઠા મંત્રાલયના સતાવાર રિપોર્ટ પ્રમાણે ઘઉંનો પ્રતિકિલો ભાવ રૂા.30.87 થી વધીને 31.61 થયો છે, ચણાદાળની કિંમત 71.78થી વધીને 74.21 થયો છે, તુવેરદાળનો 111.75 થી વધીને 113.16 થયો છે, અડદદાળનો કિંમત 106.72થી વધીને 109.17 થયો છે,મસુરદાળનો ભાવ રૂા.94.23 થી વધીને 96.31 થયો છે, મગદાળનો ભાવ 102 થી વધીને 104 થયો છે, જો કે, ચા તથા સરસવતેલના ભાવમાં ઘટાડો છે. આ સિવાય ખાદ્યતેલના ભાવ પણ વધ્યા છે. જેમાં. 20 નવેમ્બરે વનસ્પતિ તેલનો ભાવ 139.57 હતો તે વધીને 146.14 થયો છે, સૂર્યમુખી તેલના 168.74 થી વધીને 171.16 થયો છે, સીંગતેલ 188.51 થી વધીને 190.86 થયો છે, સોયાતેલ 155.17 થી વધીને 155.62 થયો છે, પામતેલ 117.45 થી વધીને 118.39 થયો છે, બટેટાના 27.36 થી વધીને 28.40 થયો છે, ડુંગળીના 29.45 થી વધીને 30.47 થયો છે, દૂધ 53.86 થી વધીને 55.18 થયો છે. સરકારે કહ્યું કે ઘઉંની વધતી કિંમતો પર સતત નજર છે અને અસામાન્ય તેજી થવાના સંજોગોમાં વધુ નિયંત્રણો મુકાશે. ચોખાના ભાવ સ્થિર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular