કાલાવડ તાલુકાના જામવાડી ગામમાં રહેતી અને ખેતમજૂરી કરતાં પરિવારની તરૂણી પુત્રીએ અકળ કારણોસર તેના ખેતરે ઝેરી દવા પી લેતા હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના જામવાડી ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજૂરી કરતા મગનભાઈ પસા નામના યુવાનની તરૂણી પુત્રી સજનબેન મગનભાઈ પસા (ઉ.વ.16) એ તેના ખેતરે શુક્રવારે સાંજના સમયે કોઇ અકળ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તરૂણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.