જામનગર શહેરમાં વોર્ડ નં.9માં આવેલ ચાંદીબજાર વિસ્તારમાં વગર વરસાદે માર્ગો પર પાણી ફરી વળતા રસ્તાઓ ભીના થયા હતાં. આ વિસ્તારમાં રોડ નીચે રહેલી મહાનગર પાલિકાની પાણીની પાઇપલાઇનમાંથી પાણી નીકળવા લાગ્યું હતું. રસ્તા તૂટી પાઇપલાઇનમાંથી પાણી વહેવા લાગતા ચાંદીબજાર ચોકમાં પાણી ફરી વળ્યાં હતાં. આ અંગે મહાનગરપાલિકાના તંત્રને જાણ થતાં તંત્ર દ્વારા સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ તે પૂર્વે પાણીનો વેડફાટ થયો હતો અને વગર વરસાદે માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં.