જામનગર શહેરના મહાદેવનગર વિસ્તારમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવક ઉપર ધોકા વડે હુમલો કરી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના મહાદેવનગર વિસ્તારમાં રહેતાં દર્શન ઘેલુભાઈ ભાટીયા (ઉ.વ.21) નામના યુવક અને તેના કાકાને ધાના ચાવડા સાથે પૈસાની બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી રવિવારે રાત્રિના સમયે ધાના હમીર ચાવડા, રોહિત ધાના ચાવડા, કેશુર જોગલ અને બે અજાણ્યા સહિતના પાંચ શખ્સોએ એકસંપ કરી દર્શન ઉપર લાકડાના ધોકા અને પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેમજ રવજીભાઇ ઉપર હુમલો કરી મુંઢ ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે પાંચ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.


