જામનગર સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઓટો રિક્ષામાં વિદેશી દારૂની હેરફેર કરતાં બે શખ્સોને રૂા.1,57,500ની કિંમતની 315 નંગ દારૂની બોટલ સહિત કુલ રૂા.2,07,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી તેમજ એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ, સર્વેલન્સ સ્ટાફના પો.કો.યોગેન્દ્રસિંહ સોઢા તથા સાજીદભાઈ બેલીમને બાતમી મળી હતી કે, મોહનનગર આવાસની સામે અવાવરુ જગ્યાના ભાગે બે શખ્સો ઓટો રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવે છે. આથી જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડા તથા સિટી એ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જે. જલુ ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તથા પો. હેે.કો. મહિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, પો.કો. પ્રવિણભાઈ પરમાર, શિવરાજસિંહ રાઠોડ, સાજીદભાઈ બેલીમ, યોગેન્દ્રસિંહ સોઢા તથા વિક્રમસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ પાડી મયુર ઉર્ફે મયલો કરશન ભાટિયા તથા આશિષ ઉર્ફે ટકો ગોપાલ ચાવડા નામના બે શખ્સોને રૂા.1,57,500 ની કિંમતની 315 નંગ વિદેશી દારૂની બોટલ તથા રૂા.50 હજારની કિંમતની રીક્ષા મળી કુલ રૂા.2,07,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ આરોપી અશોક ઉર્ફે મીર્ચી ખટાઉ મંગેને શોધવા કાર્યવાહી હાથ ધરી હતી.