જામનગર શહેરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં ગત રાત્રિના સમયે જૂની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સો દ્વારા માતા અને પુત્ર ઉપર હુમલો કરાતા ઈજાગ્રસ્ત માતા-પુત્રોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતાં સાબેરાબેન રફિક મેમણ અને તેનો પુત્ર મોહીન રફિક મેમણ બંને માતા-પુત્ર ઉપર મધ્યરાત્રિના સમયે ત્રણ જેટલા શખ્સોએ આંતરીને હુમલો કર્યો હતો. ધોકા અને પાઈપ વડે કરાયેલા હુમલામાં ઘવાયેલા માતા-પુત્રને સારવા માટે અહીંની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો હુમલાના બનાવમાં પ્રાથમિક તારણમાં જૂની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સો દ્વારા માતા અને પુત્ર ઉપર હુમલો કરાયો હોવાનું જણાતા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.