Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 574 દર્દી સાજા થયા, 511 પોઝિટિવ કેસ

જામનગર જિલ્લામાં 574 દર્દી સાજા થયા, 511 પોઝિટિવ કેસ

શહેરમાં 305 અને ગ્રામ્યમાં 206 દર્દી પોઝિટિવ : 24 કલાક દરમિયાન શહેરના 304 અને ગ્રામ્યના 270 દર્દીએ કોરોનાને માત આપી : જિલ્લામાં પાંચ દર્દીઓના કોરોનાથી મૃત્યુ

- Advertisement -

જામનગર શહેર જિલ્લામાં કોરોના અજગરી ભરડો લઇ રહ્યો છે અને કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 305 અને ગ્રામ્યના 206 કેસ મળી 511 કેસ નોંધાયા છે. તો 574 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 5 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જામનગરમાં બિનસત્તાવાર રીતે કોવિડ થી 65 દર્દીના મોત નિપજ્યા છે.

જી.જી.હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઇનો ધીમે-ધીમે ઘટવા લાગી છે અને વેઇટીંગમાં રહેલા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર અને રાહતરૂપ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ સતત વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં 305 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 304 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 206 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 270 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 357371 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 264532 સેમ્પલનું પરીક્ષણ થયું છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગરમાં 5 દર્દીઓના મોત થી અરેરાટી ફેલાઈ ગઇ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લાં એક માસથી વધતા જતા કોરોના સંક્રમણમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં છેલ્લા ચાર દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અને મૃત્યુદરનું પ્રમાણ પણ ઘટતું જાય છે.

તેમજ જામનગરમાં બિનસત્તાવાર રીતે 65 દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે, આ મૃત્યુનો આંકડો સ્મશાનમાં અપાયેલા અગ્નિદાહોનો આંકડો છે. જ્યારે તંત્ર દ્વારા માત્ર પાંચ કોરોના દર્દીઓના મોત નિપજ્યાનું જાહેર કરાયું છે.

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લાં 5 દિવસથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જે આ પરિસ્થિતિમાં સારી બાબત છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં છેલ્લાં ઘણાં સમયથી કોવિડના દર્દીઓની સંખ્યામાં અનેકગણો વધારો થવાથી હોસ્પિટલની બહાર વેઈટિંગની પરિસ્થિતિ રહેતી હતી. જે છેલ્લાં 3-4 દિવસથી સંપૂર્ણ રીતે નીલ થઈ જતા હોસ્પિટલના તંત્ર દ્વારા રાહત અનુભવાઈ છે. બીજી તરફ ધન્વન્તરિ મેદાનમાં બહારગામથી આવતા દર્દીઓની કારનો પાર્કિંગ ભરચકક રહેતું હતું. પરંતુ પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતા આ પાર્કિંગમાં પણ કારોની સંખ્યામાં મોટો રાહતરૂપી ઘટાડો જોવા મળ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular