Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 171 દર્દીઓ કોરોના મુકત થયા

જામનગર જિલ્લામાં 171 દર્દીઓ કોરોના મુકત થયા

- Advertisement -

જામનગર શહેર જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે ઘટી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 19 અને ગ્રામ્યના 9 કેસ મળી 28 કેસ નોંધાયા છે. તો 171 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે કોવિડથી એક વ્યકિતનું મોત નિપજ્યાનું સતાવાર જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત બિનસત્તાવાર રીતે કોવિડ થી 8 દર્દીના મોત નિપજ્યા છે.

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ઘટતું જાય છે અને મૃત્યુનું પ્રમાણ પણ સાથે સાથે ઘટી રહ્યું છે. જે મહદઅંશે રાહત છે. જો કે, છેલ્લાં દશેક દિવસથી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને આ સંક્રમણમાં પોઝિટિવ કેસો અને મૃત્યુઆંક ઘટતો જાય છે જ્યારે સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે જેથી સરકારી હોસ્પિટલોમાં હાલની પરિસ્થિતિમાં કોવિડના દર્દીઓની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં છેલ્લાં બે સપ્તાહથી શહેર-જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં મહદઅંશે ઘટાડો થઈ જતાં એક માસ પૂર્વે દરરોજના 700 કેસોની સરખામણીએ આજે માત્ર 50 થી 60 જેટલા કેસો જ પોઝિટિવ આવે છે અને કોવિડથી થતાં મૃત્યુનો આંકડો પણ ઘટી ગયો છે. અગાઉ દરરોજ આશરે 50 જેટલા દર્દીઓના કોવિડથી બિનસત્તાવાર મૃત્યુ થતાં હતાં.

જામનગર શહેરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 19 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 131 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 9 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 40 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે અને 1 વ્યકિતનું કોરોનાથી મોત નિપજ્યાનું સરકારી તંત્ર દ્વારા જાહેર કરાયું છે. આ ઉપરાંત બિનસત્તાવાર મૃત્યુ આંક 8 નો રહ્યો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 401162 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 293930 સેમ્પલનું પરીક્ષણ થયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular