જામનગર શહેર અને જિલ્લામાં કોરોના મહામારીનો તાંડવ હજી ચાલી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 279 અને ગ્રામ્યના 110 કેસ મળી 389 કેસ નોંધાયા છે. તો 231 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં કોરોનાના કારણે અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. પરંતુ સરકારી ચોપડે માત્ર 24 દર્દીઓના મોત થયાનો દર્શાવાય રહ્યું છે.
જામનગર જિલ્લામાં કોરોના પોઝિટીવનો આંક 400 તરફ આગળ વધી રહ્યો છે. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બેડ પણ ફુલ થઇ ચૂક્યા છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં 389 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 125 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 110 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 107 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 290695 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 229539 સેમ્પલનું પરીક્ષણ થયું છે. એક જ દિવસમાં 389 દર્દીઓ નોંધાયા હોય વહીવટી તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવામાં ઉંઘેમાથે થયું છે. જામનગરમાં કોરોના વિકરાળ બનતો જઇ રહ્યો છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે.