જોડિયા તાલુકાના જામદુધઇ ગામમાં રહેતાં પ્રૌઢે તેની દોઢ વર્ષથી થયેલી બ્લડ કેન્સરની બીમારીથી કંટાળીને ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના જામદુધઇ રહેતાં ભરતભાઈ મોહનભાઈ કાવઢીયા (ઉ.વ.54) નામના પ્રૌઢને છેલ્લાં દોઢ વર્ષથી બ્લડ કેન્સરની થયેલી બીમારીમાં વધુ તકલીફ થતી હોવાથી જિંદગીથી કંટાળી જઇને મંગળવારે બપોરના સમયે તેના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની જાણ હસમુખભાઈ દ્વારા કરવામાં આવતા હેકો વી.વી. બકુત્રા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.