તૌક્તે વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશ સર્જ્યો છે. વાવાઝોડાથી ખેડૂતોને મોટું નુકશાન થયું છે. દિવ અને ગીરસોમનાથમાં કેરી અને નાળિયેરીના પાકને મોટું નુકશાન થયું છે. તો અનેક મકાનો પડી ભાંગ્યા છે. વાવાઝોડાએ ગુજરાતમાં 45લોકોનો જીવ લીધો છે. તૌક્તે વાવાઝોડાના કારણે રાજ્યમાં હજુ પણ બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
તૌક્તે વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ છે. પરંતુ તેનાથી મોતનો આંકડો સૌથી વધુ ચોંકાવનારો છે. રાજ્યમાં વાવાઝોડાથી 45 લોકોના મૃત્યુ નીપજ્યા છે.
અમરેલીમાં 15 લોકોના મૃત્યુ નીપજ્યા છે જેમાં મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 13 મોત થયા
ભાવનગરમાં 8 મોત થયા.જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3, છત પડવાથી 1 મોત થયા
ગીર સોમનાથમાં જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4, છત પડવાથી 1 સહીત 8લોકોએ જીવ ગુમાવ્યો છે.
અમદાવાદમાં 5 મોત જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1નુ મોત નીપજ્યું છે.
ખેડામાં વીજકરંટ લાગવાથી બે લોકોના મૃત્યુ થયા છે.
આણંદમાં 1 મૃત્યુ વીજ કરંટથી થયું છે.
વડોદરામાં ટાવર પડી જતા 1વ્યક્તિનું મૃત્યુ થયું છે.
સુરત, વલસાડ, રાજકોટ, નવસારી અને પંચમહાલમાં દીવાલ અને ઝાડ પાડવાથી એક એક લોકોના મૃત્યુ નીપજ્યા છે.