Friday, December 13, 2024
Homeરાજ્યજામનગરગુજરાતમાં ‘આપ’ કોંગ્રેસ નહીં, ભાજપનો વિકલ્પ બનશે

ગુજરાતમાં ‘આપ’ કોંગ્રેસ નહીં, ભાજપનો વિકલ્પ બનશે

સુરત મહાપાલિકાના વિપક્ષી નેતા સહિત ‘આપ’ના પ્રદેશ અને જામનગરના સ્થાનિક આગેવાનોએ ‘ખબર ગુજરાત’ કાર્યાલયની લીધી શુભેચ્છા મુલાકાત

- Advertisement -

આમ આદમી પાર્ટી દ્વારા જામનગર શહેરમાં ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટને નિહાળવા અને ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના વિરોધપક્ષના નેતા સહિતના આમ આદમી પાર્ટીના પ્રદેશના અગ્રણીઓ જામનગર આવ્યા હતાં. ત્યારે તેમણે ‘ખબર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટીના સુરતના વિપક્ષી નેતા ધર્મેશભાઇ ભંડેરી, પ્રદેશ મંત્રી દુર્ગેશભાઇ ગડલીંગ, જામનગર શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ કરશનભાઇ કરમુર, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઇ દોંગા, શહેર ઉપપ્રમુખ આશિષભાઇ કંટારીયા, ભાવેશભાઇ સભાણીયા, સુખુભા જાડેજા, પ્રવિણભાઇ ચનિયારા, આશિષભાઇ સોજિત્રા સહિતના આગેવાનોએ ખબર ગુજરાતની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ‘ખબર ગુજરાત’ના વ્યવસ્થાપક તંત્રી નિલેશભાઇ ઉદાણી, નિવાસી તંત્રી નેમિષભાઇ મેતા, પરેશભાઇ સારડા, સૂચિતભાઇ બારડ તથા મેનેજર મનોહરસિંહ જાડેજા સાથે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને લઇ આમ આદમી પાર્ટીની તૈયારીઓ સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી.

- Advertisement -

તાજેતરમાં પંજાબ વિધાનસભામાં અન્ય રાજકીય પક્ષોનો સફાયો કરનાર આમ આદમી પાર્ટીનો આત્મવિશ્ર્વાસ બુલંદ થયો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પણ પડઘમ વાગી રહ્યાં હોય, આમ આદમી પાર્ટીમાં પંજાબની જીત બાદ ઉર્જાનો સંચાર થયો છે. તેમ ‘ખબર ગુજરાત’ની મુલાકાતે આવેલા સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જામનગરની મુલાકાતનો મુખ્ય ઉદ્ેશ સંગઠનને મજબૂત બનાવવાનો અને જામનગરમાં ‘આપ’ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની મુલાકાતનો છે. તેમજ સુરત મહાનગરપાલિકામાં મળેલી સફળતા અંગે તેમણે જણાવ્યું હતું કે, સુરતમાં 2013થી આમ આદમી પાર્ટી સક્રિય હતી અને ખાસ કરીને 2015માં પાટીદાર આંદોલનથી પણ ફાયદો થયો. જ્યારે અન્ય મહાનગરપાલિકામાં સંગઠન કાચુ પડતાં ધારેલી સફળતા મળી ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા પક્ષપલ્ટા અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજકારણમાં આ દોર તો ચાલુ જ રહેવાનો છે. સુરતની ચૂંટણી સમયે ઉમેદવારો પણ આપ પાસે ઓછા હતાં. આમ છતાં આમ આદમી પાર્ટી લડીને આટલી સફળતા મેળવી છે. આમ આદમી પાર્ટી શાંતિપૂર્વકના કામો કરી રહી છે. ત્યારે પુતળા બાળવા કે અન્ય કોઇ રીતે વિરોધ પ્રદર્શનો કરતી નથી. પંજાબમાં વિજય બાદ નવી સરકારે અનેક સારા નિર્ણયો લીધા છે. પંજાબ લોકસભાનું લાઇવ પ્રસારણનો પણ નિર્ણય લીધો છે.

- Advertisement -

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી હોય, આપ દ્વારા તૈયારી શરુ થઇ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું અને 133 વિધાનસભાના પ્રભારીની નિમણૂંક પણ કરી હોવાનું જણાવી તેમણે ગુજરાતમાં કોંગ્રેસ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ બનવાનું જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular