દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડકો થઇ રહ્યો છે. આજે પણ પેટ્રોલમાં 20 પૈસા અને ડીઝલ 25 પૈસાનો વધારો થયો છે. છેલ્લા 9 દિવસમાં ડીઝલ રૂ.1.80 પ્રતિલીટર મોંઘુ થયું છે. જ્યારે 5 દિવસમાં પેટ્રોલ 90 પૈસા મોંઘુ થયું છે.
જામનગરમાં પેટ્રોલનો ભાવ 24 પૈસા વધીને 98.95 જયારે ડિઝલ 32 પૈસા વધીને 97.48 થયો છે. સુરતમાં પેટ્રોલનો ભાવ રૂ. 98.54 અને ડીઝલનો ભાવ રૂ.97.27 થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.98.98 અને ડીઝલનો ભાવ રૂ. 97.47 થયો છે. જામનગર પેટ્રોલના ભાવ રૂ. 99.38, ડીઝલના ભાવ રૂ. 97.87 થયા છે. ભાવનગરમાં પેટ્રોલના ભાવમાં રૂ.100.74 અને ડીઝલના ભાવમાં રૂ. 98.81 થયો છે. રાજકોટમાં રૂ.98.78 પેટ્રોલ અને ડીઝલ રૂ.97.24 થયો છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ રૂ.98.65 અને ડીઝલનો ભાવ રૂ. 96.99 થયો છે.