દ્વારકા જિલ્લામાં ગઈકાલે સોમવારે કોરોનાના નવા 37 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અડધોઅડધ દ્વારકાના 18, કલ્યાણપુરના 9, ખંભાળિયાના 7 તથા ત્રણ ભાણવડના દર્દીઓ જાહેર થયા છે. ગઈકાલે પણ એકેય દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી. જેથી જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો વધીને 344 સુધી પહોંચી ગયો છે. આ વચ્ચે ગઈકાલે કોરોના ના ત્રણ દર્દીઓ મૃત્યુ જાહેર કરાતા કુલ મૃત્યુઆંક વધીને 94 થયો છે. જિલ્લામાં કોરોનાનું સંકરણ ચિંતાજનક સ્તરે વધી રહ્યું છે, ત્યારે જુદા જુદા વિસ્તારોમાં આંશિક તથા સંપૂર્ણ લોક ડાઉન સ્વૈચ્છિક રીતે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આની અસર કેવી રહેશે તે આવતો સમયે જ બતાવી શકશે.