દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના અંગે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરનાર કુલ 22 આસામીઓ સામે પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.
જાહેરનામાનો વિવિધ પ્રકારે ભંગ કરવા બદલ ખંભાળિયામાં ભલુ ખીમાભાઈ સુમાત, સલાયામાં હમીદ મામદ ભગાડ, ભાણવડમાં હાસમ હુશેન હિંગોરા, ખાલીદ હૈદરમિયા પીરજાદા અને વિજયસિંહ રઘુનાથસિંહ રાજપુત સામે, મીઠાપુરમાં અસલમ રજાક સૈયદ બુખારી, કિરણ શિવદાન ગઢવી અને જયેશ શામજીભાઈ રાઠોડ સામે, ઓખામાં મહંમદ હનીફ જબ્બાર કુંડલિયા સામે, દ્વારકામાં મયુર ડાયાભાઈ સોનગરા, નરસિંહભાઈ જીવાભાઈ નાગેશ, દેવરાજ જેઠાભાઇ ફ્ફલ, વિજયભા કરસનભા માણેક, ભાવેશ જેન્તિગર ગોસાઇ અને ભરતભા જામભા હાથલ સામે જ્યારે ઈબ્રાહીમ હબીબભાઈ પુંજાણી, દિલીપગર રામગર રામદત્તી, મોહન ઉકાભાઇ સતવારા, મેઘા સીદાભાઈ હરીજન, રમેશ માધાભાઈ કણજારીયા, મોહનભાઈ જેરામભાઈ ડાભી અને જયેન્દ્રસિંહ ટપુભા જાડેજા સામે કલ્યાણપુર પોલીસ મથકમાં કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.