Monday, December 23, 2024
Homeરાજ્યહાલારધ્રોલમાં વકીલે તેની ઓફિસમાં મહિલા સાથે બળજબરીથી અડપલા કર્યા

ધ્રોલમાં વકીલે તેની ઓફિસમાં મહિલા સાથે બળજબરીથી અડપલા કર્યા

ફડાકા મારી અપશબ્દો બોલી સમાજમાં બદનામ કરવાની અને પતાવી દેવાની ધમકી આપી : મહિલા દ્વારા ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

ધ્રોલ ગામમાં મામલતદાર કચેરી સામે આવેલી ઓફિસમાં વકીલે મળવા આવેલી મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક અડપલા કરી ખરાબ નજરે સ્પર્શ કરતાં મહિલાને ના પાડતા વકીલે આડેધડ લાફા મારી સમાજમાં બદનામ કરવાની અને મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં મામલતદાર કચેરી સામે હેમંત ઘેલાભાઈ ચાવડા નામના વકીલની ઓફિસે ગુરૂવારે રાત્રિના સમયે મળવા આવેલી મહિલા સાથે વકીલે તેની જ ઓફિસમાં બળજબરીથી શારીરિક અડપલા કર્યા હતાં અને ખરાબ નજરે સ્પર્શ કરતાં મહિલાએ ના પાડતા વકીલે મહિલાને આડેધડ લાફા ઝીંકયા હતાં તેમજ મહિલાને અપશબ્દો બોલી સમાજમાં બદનામ કરી નાખવાની અને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ બનાવમાં મહિલા દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફે હેમંત ચાવડા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular