કોરોના વાયરસ બીમારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. આવા સંકટના સમયે વિશ્વના મોટા ભાગના દેશો તેમના નાગરિકોનું આરોગ્ય સારૂ જળવાઈ રહે અને કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય તેવા તે માટે લોકડાઉનનો વિકલ્પ અપનાવ્યો હતો. એવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોનું આરોગ્ય સારૂ જળવાઈ રહે, અને સંક્રમણને ફેલાતું અટકાવી શકાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કોરોના વોરીયર્સ તરીકે ફજબ બજાવતા 145 પોલીસ જવાનો તથા એસ.આર.પી. ના પાંચ જવાન, SRD-GRDના તેર જવાન, હોમ ગાર્ડના ત્રણ જવાન અને ટ્રાફિક બ્રિગેડના પણ ત્રણ મળી જિલ્લામાં કુલ 171 જવાનો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પૈકી હાલ માત્ર ચાર જ પોલીસ જવાનો હોમ આઈશોલેશનમાં છે. જ્યારે 166 જવાનો કોરોનાને મ્હાત આપી, સ્વસ્થ થયા છે. કોરોના વાયરસથી સંક્રમિત થયેલ આ જવાનો પૈકી 19 પોલીસ જવાન તથા એસ.આર.પી. અને હોમગાર્ડના એક- એક જવાનએ કોરોના સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ તેમજ બાકીના 144 જવાનોએ બીજો ડોઝ લઈ રક્ષિત બન્યા છે.