દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોના મહામારીનો કહેર યથાવત રહ્યો છે. જેમાં છેલ્લાં 24 કલાક દરમિયાન નવા 80 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે ચાર દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે બુધવારે પણ નોંધપાત્ર કહી શકાય તેટલા 80 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ભાણવડ તાલુકામાં 28, દ્વારકા તાલુકાના 20, કલ્યાણપુર તાલુકામાં 18 તથા ખંભાળિયા તાલુકામાં 14 કેસનો સમાવેશ થાય છે. આ વચ્ચે દ્વારકાના 17 ખંભાળિયાના 10 સહિત કુલ 32 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. ગઈકાલે સરકારી ચોપડે કોવિડ તથા નોન કોવિડ વધુ ચારનાં મૃત્યુ નોંધાયા છે. ગઈકાલ સુધીનો કુલ મૃત્યુઆંક 131 થયો છે.