ભાણવડ તાલુકાના મોટાગુંદા ગામેથી ત્રણ માસ પૂર્વે એક મોટરસાયકલની ચોરીનો બનાવ પોલિસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં એ.એસ.આઇ. કેસુરભાઈ ભાટિયા થતા જીતુભાઈ હુણને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડના ગુંદલા ગામના પાટિયા પાસેથી રૂપિયા વીસ હજારની કિંમતનું જી.જે. 10 એ.એન. 5882 નંબરનું ઉપરોક્ત સોરી વાળું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ લઇને નીકળેલા મુળ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર ખાતેના રહીશ અને હાલ તલાળા તાલુકાના અકાળા ગામે રહેતા નિલેશ મુરલીધર દેવસિંગ વસાવા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી મોબાઇલ સહિત કુલ રૂપિયા 25 હજારનો મુદ્દામાલ કબજે કરી, ઉપરોક્ત આરોપીની વધુ તપાસ અર્થે તેનો કબજો ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઇ. જે.એમ. ચાવડા, પીએસઆઇ એસ.વી. ગળચર, પી.એસ.આઇ. પી.સી. શીંગરખીયા, એ.એસ. આઈ. અજીતભાઈ બારોટ, દેવશીભાઇ ગોજીયા, સજુભા જાડેજા, કેશુભાઈ ભાટિયા, વિપુલભાઈ ડાંગર, નરસિંહભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, મસરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઇ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, પ્રવીણભાઈ ગોજિયા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, જીતુભાઈ હુણ તથા વિશ્ર્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.