Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયબંગાળ-ઓડિશામાં “યાસ”ની અસર શરુ, અનેક વિસ્તારોમાં વરસાદ

બંગાળ-ઓડિશામાં “યાસ”ની અસર શરુ, અનેક વિસ્તારોમાં વરસાદ

10લાખ લોકોનું સ્થળાંતર કરાયું

- Advertisement -

બંગાળની ખાડીમાંથી ત્રાટકનારુ યાસ વાવાઝોડુ વિનાશક બનવાની ભીતિ હવામાન વિભાગે વ્યકત કરી છે. જે 26મી મેએ બંગાળ, ઓરિસ્સા અને બાંગ્લાદેશ આફત બનીને ત્રાટકી શકે છે. વાવાઝોડા અગાઉ ઓડીશા અને બંગાળના અનેક વિસ્તારોમાં આજે વહેલી સારવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પ્રાદેશિક હવામાન વિજ્ઞાન વિભાગના અધિકારી જી.કે. દાસે કહ્યુ 26મી મેની સાંજ સુધીમાં પ્રચંડ વાવાઝોડુ બંને રાજ્યો અને પડોશી દેશોને ધમરોળીને પસાર થઈ શકે છે. યાસ વાવાઝોડું બુધવારે પારાદીપ અને સાગર આઇલેન્ડ વચ્ચે ત્રાટકશે એવી સંભાવના છે. આ અસરને કારણે પવન 165 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે અને 2 મીટરથી 4.5 મીટર સુધી મોજાં ઊછળી શકે છે. 

- Advertisement -

આજે ભુવનેશ્વર, ઓડિશાના ચાંદીપુર અને બંગાળના દિધામાં વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને લઈને બિહાર અને ઝારખંડમાં પણ અલર્ટ જારી કરવામાં આવ્યું છે. યાસ વાવાઝોડાને લઈને બિહાર અને ઝારખંડમાં પણ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ પટનાએ સોમવારે કહ્યું હતું કે આગામી 2-3 દિવસમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 27 અને 28 મેના રોજ ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. આ તરફ ઝારખંડમાં યાસ અંગે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular