આસામ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. ચૂંટણીમાં અનેક અગ્રણી ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. આસામની 126 સભ્યોની વિધાનસભાની 47 બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યા સુધીમાં 8.84 ટકા મતદાન થયું હતું. આ અગાઉ ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકોને રેકોર્ડ ટર્નઆઉટ માટે અપીલ કરી હતી. આપને જણાવી દઈએ કે આસામના 12 જિલ્લાની 47 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ જિલ્લાઓ છે ત્રણસુખિયા, ડિબ્રુગફવિ, ધેમાજી, ચરાદેવ, શિવસાગર, માજુલી, લખમિપુર, જોરહટ, ગોલાઘાટ, વિશ્વનાથ, સોનીતપુર, નાગાઓન. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, લોકશાહીને મજબૂત બનાવવા માટે વિભાજન કરનારા દળો સામે ચોક્કસપણે તમારો મત આપશો.