Monday, December 23, 2024
Homeમનોરંજનવોટ્સએપ યુઝર્સ માટે મહત્વના સમાચાર

વોટ્સએપ યુઝર્સ માટે મહત્વના સમાચાર

- Advertisement -

વોટ્સએપની પ્રાઈવસી પોલિસીને લઇને ઘણા સમયથી બબાલ ચાલી રહી હતી. જેને લઇને  દાખલ થયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ. આ દરમિયાન વોટ્સએપે કોર્ટને જણાવ્યું કે તેણે નવી પ્રાઈવસી પોલિસીને  હાલ પોતાની ઈચ્છાથી હોલ્ડ પર રાખી છે. પ્રાઈવસી પોલિસી નહીં માનનારા યુઝર્સ પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ કે રોક લગાવવામાં આવશે નહી.

- Advertisement -

વોટ્સએપ તરફથી વકીલ હરીશ સાલ્વેએ કોર્ટને જણાવ્યું હતું કે જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ લાગૂ ન થઈ જાય ત્યાં સુધી કંપની પોતાના યૂઝર્સને નવી પ્રાઈવસી પોલિસી સ્વીકારવા માટે મજબૂર કરીશું નહી. આ વર્ષે ફેબ્રુઆરીમાં વોટ્સએપની નવી પ્રાઈવસી પોલીસી લાગુ થવાની લાગુ થવાની હતી પરંતુ વિરોધ બાદ કંપનીએ મે સુધી તેને તાળી દીધી હતી. અને હજુ સુધી લાગુ કરવામાં આવી નથી.

કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, વોટ્સએપ ભારતમાં તેના વપરાશકર્તાઓને દબાણ સૂચનો મોકલી રહ્યું છે અને તેમને અપડેટ કરેલી પોલીસીને મંજૂરી આપવા દબાણ કરે છે. દિલ્હી હાઈકોર્ટમાં વોટ્સએપ પાસેથી ડેટા પ્રાઈવસી ઉપર સવાલ પણ પૂછવામાં આવ્યા હતા. અને હાઈકોર્ટે વોટ્સએપને કહું કે તમારા વિરુદ્ધ આરોપ છે કે તમે ડેટા ભેગો કરીને તમારી બીજી કંપનીઓને આપવા માંગો છો, પરંતુ તમે બીજી પાર્ટીની સહમતિ વગર આમ કરી શકો નહીં. કોર્ટે કહ્યું કે આરોપ એવો પણ છે કે ભારત માટે તમારી પાસે અલગ માપદંડ છે. અને યુરોપ માટે પણ અલગ આમ કેમ? જેના પર વોટ્સએપે કહ્યું કે અમે પ્રતિબદ્ધતા દર્શાવી છે કે સંસદથી કાયદો આવે ત્યાં સુધી અમે કશું કરીશું નહીં. જો સંસદ અમને ભારત માટે એક અલગ નીતિ બનાવવાની મંજૂરી આપે તો અમે તે પણ બનાવી દઈશું

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular