Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયSBIના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર, બેન્કના કામકાજના સમયમાં ફેરફાર થયો

SBIના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર, બેન્કના કામકાજના સમયમાં ફેરફાર થયો

કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઇ રહ્યો છે. ગુજરાત સહીત અનેક રાજ્યમાં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોમાં આંશિક છુટ પણ આપવામાં આવી છે. આ દરમિયાન SBI બેન્કના ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બેન્કે શાખાઓના કામકાજના સમયમાં ફેરફાર કર્યો છે. હવે SBIની શાખાઓ બપોરના 2 વાગ્યાની જગ્યાએ 4વાગ્યા સુધી ખુલી રહેશે.

- Advertisement -

અગાઉ કોરોનાના વધતા જતા કેસોને કારણે બેંકે કામકાજના સમય ઘટાડ્યા હતા. હવે કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે તેથી કામના કલાકોમાં 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ટ્વીટર હેન્ડલ પર આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, ગ્રાહકો તેમના બેંક સંબંધિત કામ સવારે 10 થી સાંજ 4 વાગ્યા દરમિયાન કરી શકશે. અમારી બધી શાખાઓ સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી ખુલી રહેશે. આ ફેરફાર 1જુનથી લાગુ છે.

વધી રહેલા કોરોના કેસોના કારણે બેંકોએ કામકાજના સમય ઘટાડી દીધો હતો. પરંતુ હવે કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા ઘટાડાના કારણે કામકાજના સમયમાં 2 કલાકનો વધારો કરી દેવામાં આવ્યો છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular