Thursday, December 19, 2024
Homeરાજ્યગુજરાતમા- કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર

મા- કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર

- Advertisement -

કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્રારા મા-કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મા કાર્ડની મુદ્દત 31 જુલાઈ સુધી લંબાવવાનો નીર્ણય કર્યો છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્રારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -

જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા.31 માર્ચના રોજ પૂર્ણ થઇ રહી હતી . તેવા નાગરીકો માટે હાલની પરિસ્થતિને ધ્યાનમાં રાખીને મા કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે  30જુન સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આજે રોજ નીતિન પટેલે જણાવ્યું છે કે હવે મા કાર્ડની મુદ્દત તા.31જુલાઈ 2021 સુધી લંબાવવામાં આવેલ છે. કોરોનાની પરિસ્થતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અંતે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ બનાવવા માટે ખાનગી એન્જસીઓ કામ કરી રહી હતી. પરંતુ સરકારે  આ કોન્ટ્રાકટ રદ કરી નાખ્યો છે. તેના બદલે હવે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ જીલ્લા હોસ્પિટલો માંથી લાભાર્થીઓ મા કાર્ડ કઢાવી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular