ગુજરાતમાં અનઅઘિકૃત બાંધકામો નિયમિત કરવાનું વિધેયક વિના વિઘ્ને વિધાનસભામાં પસાર થયું છે. વિઘેયકની મહત્વની જોગવાઇઓ અંગે વિગતો આપતા મંત્રીશ ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજયની તમામ મહાનગર પાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓ વિસ્તારમાં તા.01 ઓક્ટોબર 2022 પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામો નિયમિત કરી શકાશે. વટહુકમની તારીખ 17 ઓક્ટોબર 2022થી ચાર માસમાં આ બાંધકામો નિયમિત કરવા મકાન માલિક-કબજેદારોએ ય-ક્ષફલફિ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત માર્જિન, બીલ્ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિગ (ફકત 50% માટે ફી લઈ), કોમન પ્લોટ (50 % કવરેજની મર્યાદાને આધીન અને માત્ર મળવા પાત્ર ઉપયોગ), સેનિટરી સુવિધા ફી લઈ નિયમબધ્ધ થઇ શકશે.
અરજીની તારીખથી છ માસમાં અનઅધિકૃત બાંધકામ કોઇપણ શરત સાથે કે તે સિવાય નિયમબદ્વ કરવા અંગે હુકમ અથવા નિયમબદ્વ કરવા માટેનો હુકમ કરવાનો રહેશે. જ્યારે ફી ભરવાની સમય મર્યાદા બે માસની રહેશે. સત્તામંડળના નિર્ણયથી નારાજ થયેલ વ્યકિત, આ નિર્ણય મળ્યાના 60 દિવસમાં અપીલ અધિકારી સમક્ષ અપીલ કરી શકશે. અપીલ અધિકારીને જરૂર લાગે તો બીજા 60 દિવસ અપીલ કરવા માટે આપી શકશે.
તા. 01 ઓક્ટોબર 2022 પહેલાનું બાંધકામના આધાર માટે નિયત તારીખ પહેલાનો મિલકત ભોગવટા અંગે, મકાનવેરાની આકારણી/ઈલેક્ટ્રીસિટી બીલ રજૂ કરવાનુ રહેશે. ખોટી માહિતી રજૂ કરનાર અરજદાર સામે ફોજદારી કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી થઇ શકશે.
નવી શરતની જમીનમાં થયેલ બાંધકામો નિયમિત કરી શકાશે નહીં. અનધિકૃત બાંધકામ નિયમબદ્વ કરવા માટે રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાથી સંબધિત માલીક કે કબ્જેદાર, એન્જીનીયર કે આર્કીટેકટ તેમની કોઇપણ જવાબદારીઓમાંથી છટકી શકશે નહીં. અનઅધિકૃત બાંધકામ નિયમબદ્વ કરતાં એકત્ર થતી વસુલાતની રકમ આંતરમાળખાકીય વિકાસ ભંડોળ તરીકે આંતરમાળખાકીય સવલતો વધુ સુસજજ કરવા, ફાયર સેફટી સવલતો ઉભી કરવા, પાર્કીગની જોગવાઇ કરવા તેમજ 5ર્યાવરણ સુધારણા માટે કરાશે.
મંત્રી પટેલે તત્કાલીન સમયે વટહુકમ લાવવા માટેના કારણો અને ઉદ્દેશ્યો અંગે ગૃહમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં વર્ષ 2020માં અમદાવાદ અને રાજકોટ ખાતેની ખાનગી હોસ્પીટલમાં થયેલ અગ્નિ હોનારત સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલ પી.આઇ.એલ.ના ઓર્ડરથી સી.જી.ડી.સી.આર. મુજબ અગ્નિ સલામતી માટે 5ગલાઓ લેવા, બી.યુ. સિવાયના બિલ્ડીંગનો વ5રાશ ન થાય તેની તકેદારી રાખવા, ફાયર એન.ઓ.સી. સિવાયના મ્યુનિસિ5લ કોર્પોરેશન અને નગરપાલીકા વિસ્તારના બિલ્ડીંગોની માહિતી રજૂ કરવા, બી.યુ. સિવાયના બાંધકામ માટે લીધેલ 5ગલાઓ તેમજ હોસ્પીટલના આઇ.સી.યુ.ને લગતી બાબતો માટે દિશા નિર્દેષ આપીને તે મુજબ કાર્યવાહી કરવા કોર્ટ દ્વારા સંબધિતોને સૂચના આપવામાં આવી હતી, ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા તા.11 જૂન 2021ના ઓર્ડરથી ફાયર એન.ઓ.સી. અને બી.યુ. પરમિશન બાબતે એક્શન ટેકન રીપોર્ટ રજૂ કરવા અને બિલ્ડિંગ યુઝ પરમિશન ન હોય એવા કિસ્સામાં સમયબદ્ધ રીતે શું પગલાં લેવામાં આવશે ?
તે બાબતે રાજય સરકારની નીતિ સ્પષ્ટ કરવા હાઇકોર્ટ દ્વારા નિર્દેશ કરાયો હતો. મોટા પાયા પર અનઅધિકૃત બાંધકામો અને બી.યુ. પરવાનગી વગરના બાંધકામોને દુર કરવા, તોડી પાડવા કે ફેરફાર કરવાથી, અસંખ્ય માણસો ઘર વિનાના અને આજીવિકાના સાધન વગરના થવાની સંભાવના હોવાથી તથા કાયદો અને વ્યવસ્થા બગડવાની સંભાવના સાથે સાથે સામાન્ય માણસને મુશ્કેલી પડી શકે તેમ હોઇ, સમાજની આર્થિક અને સામાજિક વ્યવસ્થા પર પણ વિપરિત સ્થિતિ પેદા થવાની સંભાવના હતી. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું અટકાવવા રાજય સરકાર માટે સમગ્ર રાજયના શહેરોમાં આવા અનઅધિકૃત મકાનો અને બાંધકામોને નિયમિત કરવા માટે યોગ્ય કાયદો ઘડી, કમ્પાઉન્ડીંગ ફી વસુલ કરી, આવા બાંધકામોને નિયમિત કરવા અનિવાર્ય બન્યા હતા.
મંત્રી પટેલએ વિધેયકની જોગવાઇઓ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે જે કિસ્સામાં મળવાપાત્ર એફ.એસ.આઇ. 1.0 થી ઓછી હોય તેમાં, રહેણાંક ઉ5યોગ સિવાયના (દા.ત. વાણિજય, શૈક્ષણિક, આરોગ્ય, ઔદ્યાગિક વિગેરે) બાંધકામોમાં સીજીડીસીઆર મુજબ મહત્તમ મળવા પાત્ર FSI કરતા 50 % વઘારે FSI થતી હોય તેવા બાંઘકામો નિયમબધ્ધ થઇ શકશે નહી. વધુમાં પ્લોટની હદથી બહાર નિકળતા પ્રોજેકશનવાળા, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, પાણીના નિકાલ, ઇલેકટ્રીક લાઇન, ગેસ લાઇન અને જાહેર ઉપયોગી સેવાઓ ઉપર કરેલ બાંધકામ આ અધિનિયમ હેઠળ નિયમબધ્ધ થઇ શકશે નહી. આ સિવાય સરકારી, સ્થાનિક સત્તામંડળોની જમીનો 5રના બાંઘકામ, ચોકકસ હેતુ માટે સંપાદન, ફાળવણી કરાયેલ જમીનો, જાહેર રસ્તામાં આવતી જમીનો, જળ પ્રવાહ અને જળ સ્ત્રોત જેવા કે તળાવ, નદી, કુદરતી જળપ્રવાહ વિગેરે, ઓબ્નોક્ષિયસ અને હેઝાર્ઙસ ઔદ્યોગિક વિકાસના હેતુ માટે નિયત કરાયેલ વિસ્તારવાળા બાંઘકામો નિયમબધ્ધ થઇ શકશે નહી. જ્યારે શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ રમત-ગમતના મેદાનમાં થયેલ અનઅઘિકૃત બાંઘકામ નિયમબધ્ધ થઇ શકશે નહી. ફાયર સેફટીના કાયદા મુજબ સુસંગત ન હોય, સ્ટ્રકચરલ સ્ટેબીલીટીની જરૂરીયાત જળવાતી ન હોય, રેરા કાયદા હેઠળ ઠરાવેલ અનઅઘિકૃત બાંઘકામ, ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ કાયદા, 2021 સાથે સુસંગત ન હોય તેવા બાંધકામો નિયમબધ્ધ થઇ શકશે નહી.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે નિયત પાર્કીગની જોગવાઇ પૈકી 50 % પાર્કીગ માલીક / કબ્જેદારે જે તે સ્થળે પુરી પાડવાની રહેશે. જે કિસ્સામાં 50 % પાર્કીગની જરૂરીયાત જે તે સ્થળે પુરી પાડી શકાય તેમ ન હોઇ ત્યારે નિર્દિષ્ટ સત્તામંડળ આવી સુવિધા 500મી.ની ત્રીજયામાં 03 માસમાં પૂરી પાડવા જણાવશે. બાકીના 50 % પાર્કીગ માટે ફી લઈ બાંઘકામો નિયમબધ્ધ થઇ શકશે. આ અઘિનિયમની જોગવાઇથી અનધિકૃત વિકાસ અથવા તેના ભાગના નિયમિતકરણથી તે મકાન/ બિલ્ડીંગ માટે સી.જી.ડી.સી.આર. કે અન્ય સંબઘિત કાયદા હેઠળ આ5વામાં આવતી વ5રાશની પરવાનગી (બી.યુ.પી.) માનવામાં આવશે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજય સરકાર દ્ધારા ફી નું ઘોરણ ખુબ જ વાજબી રખાયું છે જેથી મોટી સંખ્યામાં નાગરિકો આ અઘિનિયમની જોગવાઇઓનો લાભ લઇ શકે અને પોતાના મકાનો કે વ્યવસાયના એકમોને નિયમબઘ્ઘ કરાવી પોતાના જીવનમાં ઘરના ઘરનુ સ્વપ્ન સાકાર કરી શકે તેવો અભિગમ છે. 5રંતુ સરકાર આ સાથે ખાસ કરી હેતુફેર એટલે કે રહેણાંકના નકશા મંજૂર કરાવી સ્થળ 5ર વાણીજય કે હોસ્પિટલ પ્રકારના બાંઘકામ કર્યા હોય તે માટે નિયત કર્યા મુજબ બમણી ફી ચુકવવાની રહેશે. અન્ય રીતે બાંધકામ મંજૂર નકશા પ્રમાણે કે સી.જી.ડી.સી.આર. પ્રમાણે જણાતું હોય 5રંતુ પાર્કીગ નિયમ મુજબ રાખવામાં આવેલ ન હોવાથી વિકાસ નિયમિત થઇ શકતો ન હતો. આથી સરકાર દ્ધારા નિયમ મુજબના પાર્કીગના ક્ષેત્રફળ પૈકી 50% નું પાર્કીગ જે તે જગ્યાએ કે 500મી. ના અંતર સુઘીમાં પાર્કીગ આપી શકે તો બાકીના પાર્કીગ માટે ઉ5ર મુજબ ફી લઇ નિયમબદ્ધ થઇ શકે. એટલે કે 300ચો.મી.ના બાંઘકામમાં સી.જી.ડી.સી.આર. પ્રમાણે 30% લેખે 90 ચો.મી.નું પાર્કીંગ રાખવાનું થતુ હોય તો 90 ચો.મી.ના 50% એટલે કે 45 ચો.મી.નુ પાર્કીંગ જે તે જગ્યાએ અથવા 500 મી.ના અંતરમાં આ5વાનું રહેશે. તેમજ બાકીના 45 ચો.મી.ના સુચવેલ જંત્રી દર મુજબ રકમ વસુલીને આ અનઅઘિકૃત બાંધકામને નિયમિત કરવામાં આવશે. જેમાં એક કરતા વઘુ માલીકો અથવા કબ્જો ઘરાવનારા અનઅઘિકૃત વિકાસની આંશીક અથવા સમગ્રત: સુવિધા મેળવતા હોય તેવા કિસ્સામાં, આવા તમામ માલીકો અથવા કબ્જો ધરાવનારાએ, મુકરર સત્તાધિકારીને સંયુકત રીતે અરજી કરવાની રહેશે. સત્તાઘિકારીને યોગ્ય લાગે તેવી તે પ્રકારની તપાસ કર્યા 5છી ખાતરી થાય તો તેઓ ઓછી સંખ્યામાં માલીકો અથવા કબ્જો ઘરાવનારાને અરજી કરવાની 5રવાનગી આપી શકશે.