Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર નોનવેજની દુકાનો સીલ

ખંભાળિયા નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર નોનવેજની દુકાનો સીલ

- Advertisement -

ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક નોનવેજની દુકાનો મંજૂરી વગર ધમધમી રહી છે. ત્યારે ગઈકાલે ગુરુવારે ફુડ વિભાગ સાથે નગરપાલિકા તંત્રએ આ સામે લાલ આંખ કરી, આવી નોનવેજની દુકાનો પર સીલ મારવા અંગેની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં મંજૂરી વગર ચાલતી મટન નોનવેજની દુકાનો સામે પગલાં લેવા રાજ્ય સરકારને કરવામાં આવેલા હુકમના અનુસંધાને ખંભાળિયા નગરપાલિકા દ્વારા પણ આ નિયમની અમલવારી કરવા માટે શહેરના ચોક્કસ વિસ્તારમાં માંસ-મટન વેચતા દુકાનદારો સામે નોટિસ આપવા અંગેની કાર્યવાહી કરાયા બાદ ગુરુવારે સવારથી નગરપાલિકાના સ્ટાફ દ્વારા ભઠ્ઠી ચોક વિસ્તાર નજીકના કસાઈ વાડા ખાતે બે ડઝન જેટલી દુકાનોમાં સીલ મારવા અંગેની કામગીરી કરવામાં આવી હતી.

એટલું જ નહીં, ફૂડ વિભાગ દ્વારા આ અંગે ધોરણસર કેસ કરવાની કામગીરી પણ કરાઇ હતી. આગામી સમયમાં પણ મીટ શોપ અંગે ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular