સીએમ રૂપાણીએ શિક્ષણ વિભાગ દ્વારા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા ભવનનુ લોકર્પણ કર્યું હતું. તે દરમિયાન તેઓએ કોરોના, સ્કુલ ફી અને રથયાત્રાને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે.
કોરોના વાયરસ અંગે તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં લોકડાઉન લાગુ કર્યા વગર કોરોનાના કેસ નિયંત્રણમાં આવી રહ્યા છે પરંતુ ત્રીજી લહેરની આશંકા વર્તાઈ રહી છે ત્યારે હવે લોકોના હાથમાં જવાબદારી છે. હજુ પણ કડક નિયમોનું પાલન કરવાનું રહેશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું અને જો કોરોનાનું સંક્રમણ વધશે અને પરિસ્થિતિ કાબુમાં નહી આવે તો ફરીથી નિયંત્રણો લાગુ કરવામાં આવશે એવું પણ જણાવ્યું હતું.
તો રથયાત્રા યોજાશે કે નહિ તે સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની જનતાને વિનંતી છે કે, કેસ ઘટ્યા છે એનો અર્થ એવો નથી કે કોરોના ગયો છે. ગુજરાત એક એવુ રાજ્ય બન્યુ છે કે જેણે સંપૂર્ણ લોકડાઉન કર્યુ નથી. રથયાત્રા માટે જે તે સમયે નિર્ણય લેવામાં આવશે. છૂટ આપીએ એનો મતલબ નથી કે નિશ્ચિત થઈને બહાર નીકળીએ.
સ્કુલ ફી મુદ્દે ફીના મુદ્દે સીએમ રૂપાણીએ કહ્યું કે, શિક્ષણ ફી બાબતે સરકાર દ્વારા જરૂર પડે નિર્ણય લેવામાં આવશે. શાળાના સંચાલકો દ્વારા 75 ટકા ફી લીધી છે, તો કેવી રીતે તેમને ટેક્સમાં માફી આપી શકાય. જો શાળાઓએ ફી ન લીધી હોય તો જ તેમને ટેક્સ માફી માટે વિચારી શકાય. હજુ શિક્ષણ સત્રની શરૂઆત થઈ છે. અને અગામી સમયમાં ફી અંગે નિર્ણય લેવામાં આવશે.