Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયરાજય સરકારો ઇચ્છે તો શાળાઓમાં ગીતાનું શિક્ષણ આપી શકશે

રાજય સરકારો ઇચ્છે તો શાળાઓમાં ગીતાનું શિક્ષણ આપી શકશે

- Advertisement -

રાજ્ય સરકારોની જો ઇચ્છા હોય તો તેઓ રાજ્યની શાળાોમાં વિદ્યાર્થીઓ માટે ભગવદગીતાનુ શિક્ષણ શરૂ કરી શકે છે એમ કેન્દ્ર સરકારે લોકસભામાં કહ્યું હતું. સંસદના નીચલા ગૃહમાં સાંસદોના પ્રશ્નનો ઉત્તર આપતાં કેન્દ્ર સરકારના શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર શાળાોમાં ભોજપુરી ભાષાનું શિક્ષણ શરૂ કરવાની પણ જોગવાઇ કરી શકે છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રાદેશિક ભાષાનું શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. શિક્ષણ એ રાજ્ય સરકારોનો વિષય છે તેથી જો તેઓ ઇચ્છે તો શાળાના અભ્યાસક્રમમાં ભગવદગીતાના શિક્ષણનો ઉમેરો કરી શકે છે.

- Advertisement -

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી સ્કુલ એજ્યુકેશન (સીબીએસઇ)ની પેટર્ન મુજબ હાલ પણ કેટલાંક વર્ગોમાં ભગવદગીતાનું શિક્ષણ અપાઇ રહ્યું છે, તેથી જો કોઇપણ રાજ્ય સરકાર ઇચ્છે તો તેઓ શાળામાં ભગવદગીતાનું શિક્ષણ શરૂ કરી શકે છે એમ મંત્રીએ લોકસભાના પ્રશ્ન કલાક દરમ્યાન કહ્યું હતું. ઉત્તર મુંબઇ લોકસભાની બેઠક ઉપરથી ચૂંટાઇ આવેલા ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રીએ આ સ્પષ્ટતા કરી હતી.

વાસ્તવમાં ગોપાલ શેટ્ટી કેન્દ્ર સરકાર પાસેથી એમ જાણવા માંગતા હતા કે શું દેશભરની શાળાઓમાં ભગવદગીતાનું શિક્ષણ શરૂ કરવા કેન્દ્ર સરકાર પોતે કોઇ કાયદાકીય જોગવાઇ કરવાનું વિચારી રહી છે કે નહીં. જ્યારે શેટ્ટી પોતાનો પ્રશ્ર્ન પૂછી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના સાંસદો ભારે શોર-બકોર કરી રહ્યા હતા તેથી તેમણે સૂચન કર્યું હતું કે કોંગ્રેસી સાંસદોએ પણ ભગવદગીતાનું વાંચન કરવું જોઇએ જેથી કરીને તેઓને પણ સારા કાર્યો કરવાની પ્રેરણા મળે. જો કે તેમના આ સૂચનની અવગણના કરતા કોંગ્રેસી સાંસદોએ લખીમપુર-ખીરી ખાતે થયેલી ખેડૂતોની હિંસાના મુદ્દે ભારે ધાંધલ-ધમાલ અને વિરોધ કરી રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular