Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયકોરોના વેક્સિનની અસરોના આંકડાઓ જાહેર થાય તો, લોકોના મનમાં સંદેહ તો નહીં...

કોરોના વેક્સિનની અસરોના આંકડાઓ જાહેર થાય તો, લોકોના મનમાં સંદેહ તો નહીં જન્મે ને?: સુપ્રિમ કોર્ટે પૂછયો પ્રશ્ન

-અને, જે લોકોએ રસી નથી લીધી તેઓને મુંઝવણ થઇ શકે છે

- Advertisement -

સુપ્રીમ કોર્ટે સોમવારે કોરોના રસી સંબંધી જાહેર હિતની એક અરજી મુદ્દે કેન્દ્ર સરકાર, આઇસીએમઆર (ભારતીય આયુર્વિજ્ઞાાન અનુસંધાન પરિષદ), ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા, તેમજ વેક્સિન ઉત્પાદકો ભારત બાયોટેક લિમિટેડ અને સિરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાને નોટિસ આપી છે.

- Advertisement -

રસીકરણના રાષ્ટ્રીય તકનીકી સલાહકાર-સમૂહના પૂર્વ સભ્ય જૈકબ પુલિયેલે કરેલી ઉપરોક્ત અરજીમાં કોરોના રસીના ક્લિનિકલ ટ્રાયલના આંકડા તથા રસીકરણ પછી થતી અસરના આંકડાને જાહેર કરવાની માગણી કરવામાં આવી છે. વળી અરજીમાં રાજ્ય સરકારો દ્વારા રસીકરણને ફરજિયાત બનાવવાના નિર્ણયના અમલને અટકાવવાની માગણી પણ કરાઇ છે. ન્યાયમૂર્તિ એલ.નાગેશ્વર રાવ તથા ન્યાયમૂર્તિ અનિરૃધ્ધ બોસની ખંડપીઠે તમામ પ્રતિવાદીઓને ચાર સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે.

કોર્ટે અગાઉ, સુનાવણી દરમિયાન અરજદારના ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણને કહ્યું કે રસીકરણની અસરના આંકડા પારદર્શિતા લાવવાની ચિંતા દર્શાવી રહ્યા હોવાથી ખંડપીઠ એની પ્રશંસા કરે છે. જો કે કોર્ટે એ મુદ્દે ચિંતા વ્યક્ત કરી કે આ વિષે, આ તબક્કે વિચાર કરવાથી રસી લેનારા 50 કરોડથી વધુ લોકોના મનમાં શંકા ઊભી થશે, જ્યારે જેમની રસી બાકી છે એ લોકોના મનમાં મૂંઝવણ ઊભી થશે.

- Advertisement -

આ તબક્કે ભૂષણે સ્પષ્ટ કર્યું કે જાહેરહિતની આ અરજી ’રસીવિરોધી અરજી’ નથી. એ ફક્ત એની ક્લિનિકલ ટ્રાયલ અને રસીકરણ પછીની અસર વિષેની સ્પષ્ટતાઓના મુદ્દે છે. આઇસીએમઆરે ઘડેલા નિયમો મુજબ આમ કરવું એ જરૂરી છે. ભૂષણે ઉમેર્યું કે દેશની વિભિન્ન રાજ્ય સરકારોએ અનિવાર્ય રસીકરણ માટે લોકોને સૂચના આપી છે, જેમાં જણાવાયું છે કે રસી વિનાના લોકોને સેવામાંથી પડતા મૂકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular