દિલ્હીમાં સોમવારે (આજે) રાત્રે 10 વાગ્યાથી 26 એપ્રિલની સવાર સુધી એટલે કે 6 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જે રીતે ગુજરાતમાં લોકડાઉન થતાની સાથે જ ગતવર્ષે પાન-મસાલા લેવા માટે લોકોની લાઈનો લાગી હતી તેવી જ લાઈનો દિલ્હીમાં દારૂ ખરીદવા માટે લાગી હતી. ત્યારે આજે ફરી દિલ્હીમાં 6 દિવસનું લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. અને દારૂ ખરીદવા માટે લોકોની લાઈનો લાગી છે. તેવામાં દારુ લેવા લાઈનમાં ઉભેલી એક મહિલાનો વિદ્યો વાયુવેગે વાઈરલ થઇ રહ્યો છે.
જેમાં મહિલા કહી રહી છે કે “ઇન્જેક્શનથી ફાયદો નહીં થાય. આ આલ્કોહોલ ફાયદો કરશે. મને દાવાઓની અસર નહીં થાય, પેગની અસર થશે.” આ જેટલા પણ લોકો દારૂ લેવા આવ્યા છે તે તમામ લોકો બચી જશે. દારૂના ઠેકા ખોલવા જોઈએ. હું 35 વર્ષથી દારૂ પીવું છું, બીજો કોઈ ડોઝ લેવાની જરૂર નથી પડી. દારૂને કારણે જ અત્યારસુધી બચી ગયા છીએ. તેણીનો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.