રિલાયન્સ રિફાઈનરીની 25 વર્ષની ઉજવણી અંતર્ગત રિલાયન્સ જામનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીના 92મા જન્મદિવસે તેમના પુત્ર મુકેશભાઈ પુત્રવધૂન નીતાબેન અંબાણી, પૌત્ર અનંત અને આકાશ, પૌત્રી ઈશા એ તેમના જામનગરની યાદોને યાદ કરી તેમના જામનગર સાથે જોડાયેલા સ્વપ્ને સાકાર કરવાનું વચન આપ્યું હતું. તેમજ જામનગર એ કોકીલાબેન માટે જન્મભૂમિ, ધીરુભાઈ માટે કર્મભૂમિ, મુકેશભાઈ માટે શ્રધ્ધા ભુમિ જયારે અનંત અંબાણી માટે સેવાભુમી છે. – નીતાબેન અંબાણી