રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપતાં કહ્રયું હતું કે, પહેલી સ્વદેશી રીતે ડિઝાઈન અને નિર્મિત હાઈડ્રોજન ટ્રેન ડિસેમ્બર 2023માં શરૂ થશે. રેલવે મંત્રીએ જણાવ્યુ કે અમે વંદે મેટ્રો ટ્રેનની ડિઝાઈન તૈયાર કરી રહ્યા છીએ અને ડિઝાઈન મે કે જૂન સુધી તૈયાર થઈ જવી જોઈએ. અમે એક વિશ્ર્વસ્તરીય વંદે મેટ્રો ડિઝાઈન કરી રહ્યા છીએ, જે એક મોટી સફળતા હશે. તેમણે કહ્યુ કે આ વંદે મેટ્રો ટ્રેનનું નિર્માણ એટલી મોટી સંખ્યામાં કરવામાં આવશે કે સમગ્ર દેશમાં 1950 અને 1960 ના દાયકાની ડિઝાઈન વાળી ટ્રેનને બદલી દેવાશે.
તેમણે આગળ કહ્યુ કે વંદે મેટ્રો મિડલ ક્લાસ અને ગરીબોને ધ્યાનમાં રાખતા બનાવવામાં આવી રહી છે. આનુ ફોકસ અમીર ગ્રાહકો પર નથી. તેમણે એ પણ કહ્યુ કે અમીર લોકો પોતાનો ખ્યાલ રાખી શકે છે.