જામનગર તાલુકાના હાપા ગામની વેલનાથ સોસાયટીમાં રહેતાં પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલી બાદ પત્ની માવતરે જતી રહેતા વિયોગમાં પતિએ ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપામાં વેલનાથ સોસાયટીમાં રહેતાં અને મજૂરી કામ કરતા વિજયભાઈ અરજણભાઈ રાઠોડ (ઉ.વ.38) નામના યુવાનને તેની પત્ની હીનાબેન સાથે બોલાચાલી થયા બાદ પત્ની તેણીના માતવરે જતી રહી હતી આ બાબતનું મનમાં લાગી આવતા વિજયભાઈએ શનિવારે મકરસંક્રાંતિના દિવસે સવારના સમયે તેના રૂમનો દરવાજો બંધ કરી છતના હુકમાં પ્લાસ્ટીકની રસ્સી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકની માતા રમાબેન દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.જાટીયા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.