Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયવાવાઝોડુ “યાસ” 24 કલાકમાં ગંભીર રૂપ ધારણ કરશે, આ રાજ્યોને ખતરો

વાવાઝોડુ “યાસ” 24 કલાકમાં ગંભીર રૂપ ધારણ કરશે, આ રાજ્યોને ખતરો

- Advertisement -

ભારતમાં પશ્ચિમ કાંઠે આવેલાં રાજ્યોએ તૌકતે વાવાઝોડાના સંકટનો તાજેતરમાં જ સામનો કરવો પડ્યો હતો. હજુ તૌકતેએ વેરેલા વિનાશનો ગુજરાત સહિતનાં રાજ્યો હિસાબ કરી રહ્યાં છે. ત્યાં તો ભારતના પૂર્વ કાંઠે  વાવાઝોડાની આફત આવી પડી છે. યાસ બુધવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ટકરાશે

- Advertisement -

આગામી 24 કલાક દરમિયાન, બંગાળની  ખાડી માંથી વાવાઝોડું ગંભીર રૂપ ધારણ કરશે. ભારત હવામાન વિભાગ (આઈએમડી) એ આ માહિતી આપી. યાસ બુધવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાય તેવી સંભાવનાઓ છે. હજુ અઠવાડિયા અગાઉ જ ગુજરાતમાં તાઉતેએ વિનાશ સસર્જ્યો છે. ત્યાં એક નવી આફત આવી રહી છે.

આઇએમડીએ રવિવારે કહ્યું હતું કે બંગાળની ખાડીના મધ્ય પૂર્વ ભાગમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનવાની શરૂઆત થઈ ચૂકી છે અને તે 24 મે સુધી વાવાઝોડા યાસમાં ફેરવાઈ જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચક્રવાત ‘યાસ’ સાથે સંકળાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યો અને કેન્દ્ર સરકારની એજન્સીઓની સજ્જતાની સમીક્ષા કરી અને સમુદ્રી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને સમયસર સુરક્ષિત સ્થળોએ લઈ જવા નિર્દેશ આપવામાં આવ્યા છે. વાવાઝોડાની ચેતવણીને કારણે પશ્ચિમ બંગાળના માછીમારોને આગામી જાણ ન થાય ત્યાં સુધી સમુદ્રમાં ન જવાની સલાહ અપાઈ છે.

- Advertisement -

ભારતીય વાયુસેનાએ ચક્રવાત ‘યાસ’ ની તૈયારીના ભાગરૂપે રાહત કામગીરી માટે 11 પરિવહન વિમાન અને 25 હેલિકોપ્ટર તૈયાર કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકારે બંગાળની ખાડીમાં ચક્રવાતને પહોંચી વળવા માટેના ઘણાં પગલાં લીધાં હોવાથી, એરફોર્સે રવિવારે 21 ટન રાહત પુરવઠો અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ના 334 કર્મીઓને કોલકત્તા તૈનાત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે રાહત સામગ્રી, ઉપકરણો અને કર્મચારીઓ પટણા, વારાણસી અને અરાક્કોનમથી પાંચ સી -130 વિમાનનો ઉપયોગ કરીને પરિવહન કરવામાં આવ્યાં હતાં. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘યાસ’ ને ધ્યાનમાં રાખીને 21 મેથી ઓપરેશન ચાલુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular