Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસાંજથી આંધ્ર-ઓરિસ્સા કાંઠે તરખાટ મચાવશે વાવાઝોડું ‘જવાદ’

સાંજથી આંધ્ર-ઓરિસ્સા કાંઠે તરખાટ મચાવશે વાવાઝોડું ‘જવાદ’

- Advertisement -

ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સાના તટીય વિસ્તારોમાં જવાદ વાવાઝોડું તોપાન મચાવશે. તેના કહેરથી તબાહીનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેના કારણે અંડમાન સાગર અને તેની પાસેના બંગાળની ખાડી પર ઓછા દબાણના ક્ષેત્ર બનવાના કારણે આવનારા કલાકમાં તેનાથી તીવ્ર થઈને ડિપ્રેશન બની રહ્યું છે. હવામાન વિભાગના અનુસાર તેના બંગાળની ખાડીના મધ્ય ભાગમાં ઉત્તર પશ્ર્ચિમની તરફ વધવાની સંભાવના છે અને સાથે ત્યારબાદ તેના માટે શરૂઆતના કલાકો સુધી ચક્રાવાતમાં વધારો થવાની આશા છે.

- Advertisement -

સ્કાયમેટના અનુસાર શક્યતા છે કે આજે સાંજથી ઉત્તરી આંઘ્રપ્રદેશ, ઓરિસ્સા અને પડોશી પશ્ચિમ બંગાળના તટ પર સાંજથી ખરાબ હવામાનની સ્થિતિનો ખતરો છે. આ સાથે જ હવામાન ખૂબ જ ખરાબ રહી શકે છે. મળતી માહિતિ ઉસાર અનુકૂળ પર્યાવરણીય સ્થિતિમાં જવાદ વાવાઝોડું ઊં ડા સમુદ્રની તરફ જશે. મળતી માહિતિ અનુસાર વિશેષજ્ઞોનું કહેવું છે કે જવાદ વાવાઝોડું લેન્ડફોલ સ્ટેજ પર પહોંચતા પહેલા એક ભીષણ ચક્રાવાતી તોફાન બની શકે છે. તેના કારણે ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સાના તટીય વિસ્તારોમાં તોફાનના કહેરથી તબાહીનો ખતરો વધી રહ્યો છે. આ પહેલા સઉદી અરબે પ્રસ્તાવિત કર્યું હતું કે આ તોફાનનું નામ જવાદ રાખવામાં આવશે. સમુદ્રી યાત્રાના સમયે ચક્રાવાત કેન્દ્ર રિજ લાઈનની નજીક પહોંચી ચૂક્યું છે.

ચક્રવાત જવાદની અસર સવારે 80 કિમી પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે. આ સાથે જ તે 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન દરિયા કિનારે ત્રાટકે તેવી શક્યતા છે. ઈંખઉના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું, ‘ચક્રવાતી તોફાન ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે, લેન્ડફોલ ક્યાં થશે તે અત્યારે કહી શકાય તેમ નથી. જો કે આના કારણે 3 ડિસેમ્બરથી ઓરિસ્સાના ઘણા દરિયાકાંઠાના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. દક્ષિણ ઓરિસ્સાના જિલ્લાઓમાં પણ 3 ડિસેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. ડિપ્રેશનની રચના થયા પછી જ, અમે દરિયાકાંઠે ઓળંગી રહેલા ચક્રવાતના માર્ગ, સ્થાન અને તીવ્રતાનો અંદાજ લગાવી શકીશું, મહાપાત્રાએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular