દ્વારકાના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા રૂપેણ બંદરમાંથી મળી આવેલ માનસિક િેદવ્યાંગને સલામત રીતે નજીકના આશ્રેય સ્થાન સુધી પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું. વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં રૂપેણ બંદર વિસ્તારમાં મળી આવેલા માનસિક દિવ્યાંગ કે જેમના કોઈ વાલી વારસના હોય અને કોઈ આશ્રય સ્થાનના હોય જેમની સલામતી અને સુરક્ષા માટે તેમજ તેમને ખાવા પીવાની પૂરતી વ્યવસ્થા મળી રહે તે માટે દ્વારકા પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.ગઢવીએ એમના સ્ટાફ સાથે મળીને માનવિય અભિગમ સાથે તેમને પાણી પીવડાવી માસ્ક પહેરાવીને નજીકમાં આવેલ આશ્રય સ્થાન તરફ રવાના કર્યા હતાં.