ગુર્જર સુથાર જ્ઞાતિ, કચ્છી ભાનુશાળી સમાજ, રાજનગર સોસાયટી, સમસ્ત પ્રજાપતી સમાજ, મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિ(તળપદ), સીંધી સમાજ, મહિલા ધારાશાસ્ત્રીઓ, ક્ષત્રીય સમાજ, મયુરનગર રાજપૂત સમાજ, લક્ષ્મીનારાયણ વાળંદ જ્ઞાતી, રોટરી ક્લબ ઓફ ઉમેજીકા, લેઉવા પટેલ મહિલા સોશિયલ ગ્રુપ અને વિઝન ક્લબ, જામનગર રાજપુત સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના 78 વિધાનશભા માં ઉમેદવાર રીવાબા જાડેજા તથા 79 વિધાનશભાના ઉમેદવાર દિવ્યેશ અકબરીને મળી રહ્યું છે પ્રચંડ સમર્થન.
વિવિધ સમાજ, સામાજિક સંસ્થાઓ, ક્લ્બ, ગ્રુપ દ્વારા પ્રચંડ લીડ થી જીત આવવાની અપાઈ ખાતરી
ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીમાં ભાવસાર સમાજ દ્વારા ગ્રુપ મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં 78 જામનગર વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા અને 79 જામનગર વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીની વિજયી બનાવવા સંકલ્પ લીધો હતો, સમગ્ર ભાવસાર સમાજ દ્વારા તેમને સાથ આપવાનો વિશ્વાસ દર્શાવ્યો હતો.
કચ્છી ભાનુશાળી સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટી શહેર મહિલા મોરચા દ્વારા સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમા જુદા જુદા વોર્ડના મહિલા મોરચાની બહેનો, પ્રમુખો, મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા. શહેર અધ્યક્ષ શ્રી ડો. વિમલભાઈ કગથરા, 77, 78, 79 વિધાનસભાના ચુંટણી ઈન્ચાર્જ શ્રી હકુભા 78 વિધાનસભાના ચુંટણી ઈન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, 79 વિધાનસભાના ચુંટણી ઈન્ચાર્જ મનીષભાઈ કટારીયા, મેયર બીનાબેન કોઠારી શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, પૂર્વ મંત્રી શ્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ મેયરશ્રીઓ અમીબેન પરીખ, જયશ્રીબેન જાની, પ્રતિભાબેન કનખરા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા, મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ શારદાબેન વિંઝુડા તેમજ ચુંટણી પ્રચાર અર્થે યુ.પી.થી પધારેલ પ્રવાસી કાર્યકર શ્રી રીટાબેન, વંદનાબેન, સુમનબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહિલા મોરચાના પ્રમુખ શ્રી રીટાબેનબેન જોગટીયા, મહામંત્રી રેખાબેન વેગડ અને ધારા પટેલ હાજર રહ્યા હતા. તમામ મહિલાઓએ બન્ને ઉમેદવારને જીતાડવાનો સંકલ્પ કર્યો હતો.
વોર્ડ નંબર 5 માં રાજનગર સોસાયટી વિસ્તારના આગેવાનો દ્વારા ભવ્ય ગ્રુપ મીટીંગનું આયોજન રખાયું હતું. જેમા બન્ને ઉમેદવારોને વિજયી બનાવવાના સંકલ્પ સાથે પ્રમુખ કાર્યકર્તા અને પાર્ટીના પદાધીકારી હાજર રહ્યા હતા જેમાં 78 વિધાનસભાના ઉમેદવાર રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, 79 વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપા મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવા, 78 વિધાનસભાના ચુંટણી ઈન્ચાર્જ શ્રી નિલેશભાઈ ઉદાણી, પૂર્વ ધારાસભ્ય-મંત્રી શ્રી પ્રો. વસુબેન ત્રિવેદી, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રી નિલેશભાઈ કગથારા, વોર્ડ નંબર 5 ના પ્રમુખ દિપકભાઈ વાઘાણી તેમજ મહામંત્રીશ્રીઓ, નગર પ્રા. શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મધુભાઈ ગોંડલીયા, ગીતાબેન સાવલા તેમજ રાજનગર સોસાયટીના આયોજક સંજયભાઈ ખંડેલવાલ, ક્ષત્રીય સમાજના આગેવાન સી. આર. જાડેજા, લાલજીભાઈ જાડેજા, કિશોરસિંહ ખીજદડવાળા, પ્રહલાદભાઈ જ્વર, ઓમપ્રકાશ દુદાણી તેમજ ડો. પનારા સાહેબ સહિત વિશાળ સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ ભારતીય જનતા પાર્ટીના બન્ને ઉમેદવારને પોતાનું સમર્થન આપ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં સમસ્ત પ્રજાપતી સમાજ દ્વારા મીટીંગ રાખીને બન્ને ઉમેદવારને જીતાડવા સંકલ્પ જાહેર કરાયો હતો. આ મીટીંગમાં પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ, આગેવાન, સમગ્ર કાર્યકર્તા અને યુવા મંડળ ઉપસ્થિત રહ્યા હતા.
મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિ (તળપદ) દ્વારા ભવ્ય સ્નેહમિલન ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજવામાં આવ્યું હતું. તેમાં ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસના કાર્યોને આગળ ધપાવવા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા અને 79 વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીને જીતાડવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. આ સ્નેહ મિલનમાં 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા અને 79 વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી, 78 વિધાનસભાના ચુંટણી ઈન્ચાર્જ શ્રી નિલેશભાઈ ઉદાણી, જામનગર શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, જ્ઞાતિના પ્રમુખ રસીકભાઈ પીઠડીયા, ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ગોહિલ, મંત્રી શ્રી કલ્પેશભાઈ ગોહિલ, ખજાનચી ચંદ્રેશભાઈ પરમાર, કારોબારી સભ્ય શ્રી હિતેશભાઈ ગોહિલ અને હિતેશભાઈ ટંકારીયા તેમજ જ્ઞાતિના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભાજપાના બન્ને ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા સંકલ્પ લીધો હતો.
સિંધી સમાજ દ્વારા પવનચક્કી વિસ્તારમાં સમાજની મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં 78 વિધાનસભાના ચું. ઈન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી. સીંધી સમાજના આગેવાન એવા પૂર્વ મંત્રી શ્રી પરમાનંદભાઈ ખટ્ટર, જ્ઞાતિના પ્રમુખો, આગેવાન તથા કોર્પોરેટર બબીતાબેન હાજર રહ્યા હતા. તમામ લોકોએ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં પોતાનો મત જાહેર કર્યો હતો.
78 વિધાનસભાના મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ખાતે 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રીવાબા જાડેજા સાથે જામનગરના મહિલા ધારાશાસ્ત્રીઓની પરેચય બેઠક યોજવામાં આવી હતી. મહિલા ધારાશાસ્ત્રીઓએ શ્રીમતી રીવાબા સાથે પ્રજાના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી અને ચુંટણીમાં તેમને વિજયી બનાવ્યા પોતાનાં મત જાહેર કર્યો હતો. આ બેઠકમાં 78 વિધાનસભાના ચુટણી ઈન્ચાર્જ શ્રી નિલેશભાઈ ઉદાણી, લોગલ સેલ ક્ધવીનર ભાવિનભાઈ ભોજાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ક્ષત્રીય સમાજના મહિલાઓ દ્વારા 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રીવાબા જાડેજાના સમર્થનમાં ગાંધીનગર ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રીવાબા જાડેજા, પૂર્વ મંત્રી ધારાસભ્ય પ્રો. વસુબેન ત્રિવેદી, પૂર્વ ડેપ્યુટી મેયર ભારતીબા સોઢા, નગર પ્રા. શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા, કોર્પોરેટર અલ્કાબા જાડેજા, જશુબા ઝાલા, વર્ષાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેર સંગઠનના ક્ષત્રીય સમાજના મહિલા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહિલાઓએ તેમના શ્રીમતી રીવાબા જાડેજાના સમર્થનમાં પોતાનો મત જાહેર કર્યો હતો.
વોર્ડ 6 માં મયુરનગર રાજપૂત સમાજના જ્ઞાતિના આગેવાનોની ગ્રુપ મીટીંગ યોજાય હતી.. તેમાં 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રીવાબા જાડેજા, 78 વિધાનસભાના ચુંટણી ઈન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવીણસિંહ, પૂર્વ મેયર અમીબેન પરીખ, કોર્પોરેટર જશુબા ઝાલા, 78 વિધાનસભાના ચુંટણી મીડીયા ઈન્ચાર્જ પી. ડી. રાયજાદા તેમજ જ્ઞાતિ આગેવાન તેમજ યુવાન સંગઠન બળવંતસિંહ, ડુંગરસિંહ જાડેજા, અનુભા જાડેજા, વનરાજસિંહ જાડેજા, વોર્ડ નંબર 6 ના પ્રમુખ દિપકસિંહ તેમજ જ્ઞાતિ આગેવાન ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
લક્ષ્મીનારાયણ વાળંદ જ્ઞાતિ દ્વારા જામનગર 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રીવાબા જાડેજા અને 79 વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીના સમર્થનમાં સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રીવાબા જાડેજા. 79 વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી, 78 વિધાનસભાના ચુંટણી ઈન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, જ્ઞાતિ પ્રમુખ સંદિપભાઈ પરમાર, મહિલા મંડળ પ્રમુખ મંજુલાબેન તેમજ જ્ઞાતિના આગેવાન ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ બન્ને ઉમેદવારનો વિજયી થવાના આશીર્વાદ અને શુભેચ્છા આપી હતી.
રોટરી ક્લબ ઓફ ઉમેજીકા દ્વારા ઓળખો તમારા ઉમેદવારને સંવાદ પ્રોગ્રામ ટાઉનહોલ ખાતે યોજાયો જેમાં વિધાનસભાના ઉમેદવાર સાથે જામનગરની જનતાનો સંવાદ પ્રોગ્રામ યોજાયો હતો.
લેઉવા પટેલ મહિલા સોશિયલ ગ્રુપ અને વિઝન ક્લબ દ્વારા જામનગર 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રીવાબા જાડેજા, જામનગર 79 વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીના સમર્થનમાં સંમેલન યોજાયું હતું. આ સંમેલનના બન્ને ઉમેદવાર ઉપરાંત 77, 78, 79 વિધાનસભાના ઈન્ચાર્જ હકુભા જાડેજા, 78 વિધાનસભા ઈન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, પ્રમુખ નર્મદાબેન દોંગા, પ્રમુખ મીતાબેન દોશી, લેઉવા પટેલના આગેવાન દિનેશભાઈ સભાયા ઉપરાંત આમંત્રિત નારીશક્તિ હાજર રહ્યા હતા. તમામ લોકોએ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પોતાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
જામનગર રાજપુત સમાજ દ્વારા વિધાનસભાના ઉમેદવારોના સમર્થનમાં મિલન કાર્યક્રમ પૂર્વ મંત્રી શ્રી હકુભાની આગેવાનીમાં યોજાયો હતો. આ કાર્યક્રમ રાજપૂત સમાજ ક્રિકેટ બંગલા સામે યોજાયો હતો. આ કાર્યક્રમમાં 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રીવાબા જાડેજા, 79 વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી, 77, 78, 79 વિધાનસભાના ચુંટણી ઈન્ચાર્જ શ્રી હકુભા, યુવા ક્રિકેટર શ્રી રવિન્દ્રસિંહ જાડેજા, 78 વિધાનસભા ચુંટણી ઈન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, રાજપૂત સમાજ પ્રમુખ શ્રી નવલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, હાલારી રાજપૂત સમાજ પ્રમુખ, સેક્રેટરી ધર્મેન્દ્રસિંહ ઝાલા, શ્રી સરદારસિંહ જાડેજા, વિજયસિંહ જેઠવા, મહામંત્રી જામનગર મહાનગર પાલીકા, પ્રવિણસિંહ જાડેજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા, દિલીપસિંહ ચુડાસમા, શ્રી પ્રમાનસિંહ સરવૈયા, મહેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, પૃથ્વીરાજ સિંહ ઝાલા, હર્ષાબા ઝાલા, ગીતાબા જાડેજા, પૂર્વ કોર્પોરેટર દિલીપસિંહ જાડેજા, કમલાસિંહ રાજપૂત, પી. ડી. રાયઝાદા તેમજ રાજપૂત સમાજના ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તમામ સંસ્થાઓએ ભાજપાના સમર્થનમાં પોતાનો મત દર્શાવ્યો છે. આ તમામ લોકોનો સાથ, પ્રેમ, વિશ્ર્વાસ જોતા ભાજપાની જીત નિશ્ર્ચિત છે તેમાં કોઈ બેમત નથી.