ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા બોઘા બાલા, કોડીયાતર નામના 39 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં એલસીબી પોલીસે દરોડો પાડી આ સ્થળે રાખવામાં આવેલા સડેલા ગોળના 205 ડબ્બા કબજે કર્યા હતા.
રૂપિયા 1.23 લાખની કિંમતના આ સડેલા ગોળનો જથ્થો તેણે ભાણવડમાં રહેતા વેપારી વિકેશ ભરતભાઈ દાવડા પાસેથી નિયમોનું ભંગ કરી અને ચોક્કસ નંબરના ટ્રકમાં હેરાફેરી કરીને મેળવ્યો હોવાનું ખુલવા પામ્યું છે. આથી પોલીસે પ્રોહિબીશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી હતી.