ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે શુક્રવારે પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર તથા કાનાભાઈ લુણા અને યોગરાજસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે આ માર્ગ પર આહિર સિંહણ ગામના ઝાંપા નજીક રહેલી એક બોલેરો નંબર જી.જે. 03 બી.વાય. 9513 માં પોલીસે ચેકિંગ કરતા આ વાહનમાંથી વિદેશી દારૂની 132 બાટલીઓ ભરેલા બોક્સ મળી આવ્યા હતા. આથી પોલીસે રૂપિયા 52,800 ની કિંમતનો પરપ્રાંતિય શરાબ તેમજ રૂ. 4,00,000 ની કિંમતના બોલેરો પીક અપ વાહન સહિત કુલ રૂપિયા 4,52,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ કાર્યવાહી પૂર્વે આરોપી બોલેરો ચાલક પોતાનું દારૂ ભરેલું વાહન મૂકીને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, તથા સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ ઝાલા, અને કાનાભાઈ લુણા દ્વારા પ્રોહી. એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી, આરોપીની શોધખોળ હાથ ધરી છે.