જામનગર શહેરમાં ગત મોડી રાત્રે સિટી-એ ડિવિઝન પોલીસે અસરકારક કાર્યવાહી કરતાં હાપા માર્કેટિંગ યાર્ડ નજીકથી શરાબના જંગી જથ્થા સાથે એક કિયા સેલ્ટોસ કાર જપ્ત કરી હતી. નિયમિત પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમે શંકાસ્પદ કારને અટકાવવાનો પ્રયાસ કરતાં કારચાલકે પોલીસને જોઈ નાસી છૂટતા સ્થળ પરથી કાર કબ્જે લેવામાં આવી હતી. પોલીસ તપાસમાં કિયા સેલ્ટોસ કાર નં. GJ-03-MH-4590માંથી કુલ 168 ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. શરાબના જથ્થા સાથે કાર સહિતનો કુલ મુદામાલ રૂ. 10,84,000ના મૂલ્યનો હોવાનું પ્રાથમિક અંદાજ છે.
સિટી-એ ડિવિઝન પોલીસે સમગ્ર મુદામાલ કાયદેસર રીતે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નાસી ગયેલા કારચાલકની ઓળખ મેળવવા તેમજ શરાબ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
View this post on Instagram


