Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરલોકો કેવી રીતે સાઇબર ક્રાઇમના ભોગ બની રહ્યા છે…

લોકો કેવી રીતે સાઇબર ક્રાઇમના ભોગ બની રહ્યા છે…

કેવી કેવી લોભામણી લાલચ હોય જુઓ રિપોર્ટ…

- Advertisement -

સાઇબર ક્રાઇમમાં મોટા ભાગે લોકો OLX, facbook, સરકારી નોકરી,આર્મી,નેવી,એરફોર્સના નામ કરવામાં આવે છે ઠગાઈ

- Advertisement -

જામનગર સાઇબર crime દ્વારા એક મહિનામાં ફ્રોડનો ભોગ બનેલા લોકો પેસા પરત કરાવવામાં આવ્યા

રૂ. છ લાખ જેટલી રકમ સાઇબર crime દ્વારા રિકવર કરવામાં આવી

- Advertisement -

જામનગર શહેરમાં સાયબર સેલ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે જે જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બનતી સાયબરની ઘટનાઓના ગુનાઓ ઉકેલે છે….

મોટાભાગે લોકો લોભામણી લાલચોમાં આવી અને ઠગાઈનો ભોગ બનતા હોય છે…. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી લોભામણી લાલચો મૂકવામાં આવે છે ખાસ કરીને facebook instagram અને olx પર વિવિધ લોભામણી લાલચો હોય છે જેમાં લોકો લલચાઈને ફ્રોડનો ભોગ બનતા હોય છે….

- Advertisement -

સમગ્ર દેશમાં ખાસ કરીને આર્મી નેવી અને એરફોર્સના ડમી કાર્ડ બનાવી અને લોકોને ચૂનો લગાવતા અનેક શખ્સો અવારનવાર ઝડપાય છે અને આવી ઘટનાઓ વારંવાર બની રહી છે તો નકલી પોલીસનો સ્વાંગ રચીને પણ લોકોને ઠગાઈનો ભોગ બનાવતાં હોય છે…..

જામનગર હેડક્વાર્ટર ખાતે સાયબર સેલ પોલીસ સ્ટેશનનું ઉદ્દઘાટન થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું છે…. સાઇબર સેલ પોલીસ સ્ટેશનમાં 19 જેટલો સ્ટાફ રાખવામાં આવ્યો છે અને દ્વારકા તેમજ જામનગરમાં સાઇબર ક્રાઇમની જે ઘટનાઓ બની રહી છે તેને ઉકેલવા માટે કામગીર કરવામાં આવે છે….. જામનગર સાયબર સેલના પીઆઇ ગાધે ફરજ નિભાવી રહ્યા છે…PI gadheના જણાવ્યા અનુસાર મોટા ભાગના સાઇબર ક્રાઇમના ગુના લોભામણી લાલચ ને કારણે બને છે….. ખાસ કરીને યંગ જનરેશન મોટાભાગની વસ્તુઓ ઓનલાઈન મંગાવે છે…

તો વિવિધ સરકારી તેમજ ખાનગી કંપનીમાં નોકરી માટેની પણ લાલચ આપવામાં આવે છે અને જેનાથી અરજદાર પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે…. વોટ્સઅપના માધ્યમથી પણ મોટાભાગના ફ્રોડ બની રહ્યા છે….

દિવસે દિવસે લોકો શોશિયલ મીડિયાનો વ્યાપ વધતો જાય છે અને લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ઠગાઈ નો ભોગ પણ બની રહ્યા છે…અને ઓનલાઈન ખરીદી વેચાણનું પ્રમાણ પણ વધ્યું છે…જેમાં સાતિર દિમાગના ઈસમો લોકોને બ્લેક મેઈલ કરીને પણ ઠગાઈ કરતા જોવા મળે છે…..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular