કોરોના સંકટ સામે સંઘર્ષ કરી રહેલા દેશ પર હવે વીજળી સંકટ ઝળૂંબી રહ્યું છે. ભારતમાં 467ર0 મેગાવોટની કુલ ક્ષમતાના 38 વીજ સંયંત્રો પાસે માત્ર 7 દિવસ ચાલે તેટલો કોલસા ભંડાર બચ્યો છે.
કેન્દ્રીય વીજળી સત્તામંડળના રરમી એપ્રિલના અહેવાલ અનુસાર, દેશમાં કુલ્લ 1,66,406 મેગાવોટ ક્ષમતાના 13પ વીજ સંયંત્રો છે. અલબત્ત, અત્યારે કોઈપણ સંયંત્રમાં કોલસા ભંડારની અતિગંભીર સ્થિતિ નથી, પરંતુ 38 વીજ સંયંત્રોમાં ભંડાર વધારવાની જરૂર છે. કોઈ સંયંત્ર પાસે સાત દિવસથી ઓછા ગાળાનો કોલસા ભંડાર બચ્યો હોય, તો તે ગંભીર સ્થિતિરૂપ મનાય છે.
વીજક્ષેત્રના તજજ્ઞો કહે છે કે, કોલસા ભંડારને ગંભીર, અતિગંભીર રૂપમાં વર્ગીકૃત કરવાના કોઈ કારણ હોઈ શકે છે. પરંતુ તથ્ય તો એ છે કે, દેશના વીજળી સંયંત્રોમાં કોલસાની અછત છે, ત્યારે આવનારા દિવસોમાં ગરમી વધવાથી ખપત વધતાં ઉત્પાદન પ્રભાવિત થઈ શકે છે. સૌરઊર્જા અને હાઈડ્રોપાવરથી મદદ થઈ શકે, પરંતુ ગરમીમાં કોલસા આધારિત સંયંત્રો જ મુખ્ય ભાર ઉઠાવતાં હોય છે.